તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આપના આગેવાનોને રક્ષણ પૂરું પાડવા કલેક્ટરને આવેદનપત્ર, નેતાઓ ઉપર હુમલા કરનારા સામે કાર્યવાહી કરો

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર વારંવાર હુમલાઓ થતાં સા.કાં. આમ આદમી પાર્ટી દ્વારા તેમને રક્ષણ આપવા કલેક્ટરને આવેદન આપી નેતાઓ ઉપર હુમલા કરનાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી તેમજ મહેશભાઇ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ થવાની ઘટનાઓ બની છે અને છાશવારે હિંસક હુમલા તે અસ્વીકાર્ય છે.

હુમલાની ઘટનાઓની તપાસ કરી હુમલા કરનાર સામે કાર્યવાહી કરવા, પાર્ટીના નેતાઓને તથા તેમના પરિવારના સભ્યોને પણ સલામતી સુરક્ષા પૂરી પાડવા અને અનુસંધાને યોગ્ય કાર્યવાહી નહી કરાય તો પાર્ટી અહિંસાના માર્ગે સરકાર સામે પ્રદર્શન કરવા મજબૂર બનશે તેવી સા.કાં. આપના મહામંત્રી ફારૂક ખણુશીયા, તાલુકા પ્રમુખ નિર્મલસિંહ પરમાર, અલ્પેશ પટેલ, વિઠ્ઠલભાઇ વણકર, ઇકબાલ લુહાર અને રોહિત પટેલે કલેક્ટરને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...