હાલાકી:હિંમતનગર ICICI બેંકમાં રૂ.50ની ચલણી નોટો લેવા ઇન્કાર કરાતાં રોષ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકે ઝોનલ કચેરીમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી

હિંમતનગર આઇસીઆઇસીઆઇ બેંકમાં બુધવારે કંપનીના એકાઉન્ટમાં લેબરોના બોનસ-પગાર ચૂકવવા રૂ.2.50 લાખ ભરવા ગયેલ શખ્સને બેંકના ડેપ્યુટી મેનેજરે રૂ.50ની નોટોનું રીમ સ્વીકારવા ઇન્કાર કરતાં આઇસીઆઇસીઆઇ બેંક કર્મીઓનો વધુ એક કડવો અનુભવ થયો હતો.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે ખાનગી કંપનીમાં નોકરી કરતા હસમુખભાઇ વણકર બુધવારે મજૂરોના પગાર બોનસ ચૂકવવા કંપનીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેંકમાં ગયા હતા તેમની પાસે 100ના દરની નોટના 10 બંડલ, 50ના દરની નોટના 10 બંડલ અને 500ના દરની નોટના 2 બંડલ હતા. તેમણે જણાવ્યુ કે નાણા જમા કરાવવા જતા કેશિયરે અને ડેપ્યુટી મેનેજર નિમેશ ખત્રીએ રૂ.50ની નોટો સ્વીકારવા ઇન્કાર કરી બેહૂદું વર્તન કર્યું હતું. નાણા જમા ન થાય તો મજૂરોના પગાર બોનસ ચૂકવવામાં સમસ્યા સર્જાય તેમ હોવાની વિનંતી કરવા છતાં નોટો આપવી કે લેવી અમારી મરજીની વાત છે કહીં ઉદ્ધત જવાબ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે સમગ્ર મામલે ઝોનલ કચેરીમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...