તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:હિંમતનગર વોર્ડ-5 ના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગટરલાઇન ન હોવાથી રોષ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દ્વારા ચીફઓફિસરને રજૂઆત કરાઇ

હિંમતનગર શહેરના વોર્ડ નં - 5 ભોલેશ્વર ગામ ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગટલાઇનની સુવિધા ન હોવાથી રહીશો હાલાકી ભોગવી રહ્યા હોવાથી હિંમતનગર વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઇ હતી.

હિંમતનગર શહેરના વોર્ડ- 5 માં સમાવિષ્ટ ભોલેશ્વર ગામ ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગટરલાઇન ન હોવાથી રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વારંવાર રહીશોએ પાલિકામાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી ગટર લાઈન નાખવામાં આવી નથી. જેથી તાત્કાલિક ગટરલાઇન નાખવા બાબતે નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે હિંમતનગર વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઇ હતી અને માંગણી નહીં સંતોષાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા આગળ ધરણાં પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...