ધરપકડ:હિંમતનગરના કેનપુરમાંથી સવા કિલો ગાંજા સાથે વૃદ્ધની ધરપકડ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજાનો વૃદ્ધ ઉપયોગ કરતો અને વેચતો હોવાની પણ કબૂલાત કરી

હિંમતનગરના કેનપુરમાં વૃદ્ધ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાં એસ.ઓ.જીએ મંગળવારે બપોરે કરતાં રૂ. 13 હજારના 1.310 કિલોગ્રામ ગાંજાના લીલા સૂકા પાંદડાનો જથ્થો મળતાં એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત 74 વર્ષીય વૃદ્ધની અટકાયત કરી ગાંભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

એસઓજી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવાર બપોરે એસઓજી પીઆઇ યોગેન્દ્રસિંહ રાઠોડને બાતમી મળી હતી કે કેનપુરમાં રહેતા ભવાનસિંહ પરમાર ગેરકાયદે રીતે ગાંજાનું વેચાણ કરે છે જેને પગલે એસ.ઓ.જી પીઆઇએ ટીમ સાથે કેનપુર ભવાનસિંહ વીરસિંહ પરમારના ઘેર પહોંચી ભવાનસિંહ મળતાં પૂછપરછ કરી ઘરમાં તપાસ કરતાં રૂમમાં મીણીયાની થેલીમાં લીલાશ પડતી વનસ્પતિ મળી હતી.

જેને પગલે એફ.એસ.એલ.ની મદદ લઇ ચકાસણી કરાવતા ગાંજાના પાંદડા હોવાનું નક્કી થતા કુલ રૂ.13,100નો 1.310 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો ભવાનસિંહને પૂછતાં તેમના ઘરની બાજુમાં ગાંજાના છોડ વાવ્યા હતા આ છોડ ચૂંટી સૂકવી કાઢી થેલીમાં ભર્યો હતો અને ગાંજાનો પોતે પણ ઉપયોગ કરતા હતા અને કોઈ લેવા આવે તો વેચાણ પણ આપતા હોવાની કબૂલાત કરી હતી. ગાંભોઇ એસ.ઓ.જી પી.એસ.આઇ કોમલબેન રાઠોડની ફરિયાદને આધારે ભવાનસિંહ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...