તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર તાલુકાના મોટી ડેમાઇ ગામની સીમમાં આવેલ ખેતી લાયક જમીનો ખોટી સહીઓ કરીને વેચાણ દસ્તાવેજ આધારે ગેરકાયદેસર રીતે બે નોંધો પાડી 7 એકર 25 ગૂંઠા નામે ચડાવી દેવા અંતર્ગત તથા ઉતારમાં નામ ન હોય તેવા શખ્સોએ વેચાણ દસ્તાવેજ કરી આપવાના મામલામાં ગાંભોઇ પોલીસે તત્કાલીન તલાટી, જમીન ખરીદનાર અને વેચાણ દસ્તાવેજમાં સહીઓ કરનાર વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ સહિતના બે અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે વર્ષો પૂર્વે જમીનોની ખરીદી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલી થતાની સાથે ફરિયાદો નોંધાવી શરૂ થઇ ગઇ છે મહેસૂલ વિભાગમાં જે વિવાદ અરજીઓ-ફરિયાદો અંગે કેસ ચાલતા હતા તેમાં હવે પોલીસની ભૂમિકા મહત્વની બની રહેનાર છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર મોટી ડેમાઇ ગામના મફતજી રામાજી ખાંટની રીસર્વે નં-202 ની 7 એકર 25 ગૂંઠા વડીલો પાર્જીત જમીન જમાલભાઇ હકીમભાઇ ઇડરીયા (રહે. હિંમતનગર) એ ખોટા દસ્તાવેજ બનાવી તા.01/01/81 અને તા.3/11/81 ના રોજ એક જ દસ્તાવેજ આધારે તલાટીએ બે નોંધ પાડી જમીન નામે કરી આપ્યા બાદ આ જમીન જયંતીભાઇ રણછોડભાઇ પટેલ (રહે. નવા)ને વેચાણ આપી હોવાનુ ધ્યાન ઉપર આવતા મફતજીના ભાઇ કૂબેરજીએ હિંમતનગર મામલતદાર સમક્ષ ફરિયાદ કરતા કેસ ચાલી જતા નોંધ નંબર 333 અને 334 રદ કરી વારસદારોને જમીન સુપરત કરવા હુકમ કર્યો હતો.
ત્યારબાદ જમાલભાઇ ઇડરીયા, જયંતિભાઇ પટેલ અને કાદરભાઇ હરસોલીયાએ અપીલ કરી હતી જેમાં તત્કાલીન નાયબ કલેક્ટરે હુકમ રદ કરી અબ્દુર રહેમાન અબ્દુલ કાદર હરસોલીયા બીન ખેડૂત હોય તેની નોંધ રીવ્યુમાં લીધી હતી પરંતુ નિકાલ ન આવતો હોવાને કારણે મફાજી ખાંટે તા. 11/09/20ના રોજ કલેક્ટરને અરજી કરી સહી, અંગૂઠાના નિશાન વગેરે રજૂ કર્યા હતા.જેના અનુસંધાને તા.29/01/21 ના રોજ નિવાસી અધિક કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત હુકમ કરતાં ગાંભોઇ પોલીસે જમાલભાઇ હકીમભાઇ ઇડરીયા અને તત્કાલીન તલાટી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
બીજા કિસ્સામાં મોટી ડેમાઇ ગામના સોમાજી હીરાજી ખાંટની રીસર્વે નં-200ની 2 એકર 31 ગૂંઠા જમીનમાં ગામના મોહનજી ગમાજી ખાંટ અને જવાનજી ગમાજી ખાંટના નામ ન હોવા છતાં અને તેમનો કોઇપણ પ્રકારનો હક્ક-હિસ્સો ન હોવા છતાં ખોટા દસ્તાવેજ બનાવી ખોટી સહિઓ કરીને આ જમીન જમાલભાઇ હકીમભાઇ ઇડરીયાને તા. 02/04/1976 ના રોજ વેચાણ આપી હતી. જેના અનુસંધાને હિંમતનગર મામલતદારે મૂળ માલિકને જમીન સૂપરત કરવા હુકમ કર્યો હતો. આ કિસ્સામાં પણ જમાલભાઇ ઇડરીયા, જયંતિભાઇ રણછોડભાઇ પટેલ અને અબ્દુલકાદર અબ્દુર રહેમાન હરસોલીયાએ અપીલ કરી હતી ત્યારબાદ તા.11/09/20 ના રોજ તા. 20/02/84ના રોજ જમીન દફતરે પાડેલ નોંધ નં-335 ખોટી હોવા અંગે કલેક્ટરને ફરિયાદ કરતાં 29/01/21 ના રોજ ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયા બાદ ગાંભોઇ પોલીસે મોહનજી ગમાજી ખાંટ અને જવાનજી ગમાજી ખાંટ (બંને રહે. મોટી ડેમાઇ) જમાલભાઇ હકીમભાઇ ઇડરીયા (રહે.હિંમતનગર) અને તત્કાલીન તલાટી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.