ભાવવધારો:શાકભાજીના ભાવમાં કિલોએ 20 થી 30નો વધારો, વધુ વરસાદથી શાકભાજીની આવક ઘટી છે અને માંગ વધી

હિંમતનગર, મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની સિઝન શરૂ થયા બાદ વરસાદે હાથતાળી આપી હતી અને શ્રાવણ માસના પ્રારંભે વરસાદ આવ્યો ન હોવાથી શાકભાજીના ભાવ ઘટ્યા હતા પરંતુ ત્યારબાદ સારો એવો વરસાદ થતાં નવરાત્રિનો પ્રારંભ થવાના દિવસોમાં જ શાકભાજીના ભાવમાં સરેરાશ પ્રતિકિલો રૂ. 20 થી રૂ. 30નો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજીના ભાવ 70 થી 80 સુધી પહોંચી ગયા છે. શહેરીજનો ગવાર, ચોળી, ફ્લાવર, કોબીજ, કારેલા, દૂધી, ધાણા જેવી શાકભાજી ખાવાનુ વધારે પસંદ કરે છે પરંતુ આ શાકભાજીના ભાવ પ્રતિકિલો ડબલ થઇ ગયા છે.

હિંમતનગર શાકમાર્કેટના બાબુભાઇ સગરે જણાવ્યું કે વધુ વરસાદ પડવાથી શાકભાજીની આવક ઘટી છે અને માંગમાં વધારો થયો છે તેમજ ખેતરમાં શાકભાજીનો માલ પણ બગડ્યો છે જેથી આવક ઓછી થવાથી શાકભાજીના ભાવ વધ્યા છે દિવાળી સુધી આવા જ ભાવ રહેવાની શક્યતાઓ છે.

ગ્રાહકો શાકભાજી ખરીદીમાં કચવાટ કરે છે
મોડાસા માલપુર રોડ ઉપર આવેલા કલ્યાણ ચોક પાસે શાકભાજીનો વ્યવસાય કરતાં મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે એક સપ્તાહ અગાઉ જે ગ્રાહકો એક કિલો શાકભાજીની ખરીદી કરતા હતાં તે ગ્રાહકો હવે 500 ગ્રામ શાકભાજીની ખરીદી કરતા પણ કચવાટ કરી રહ્યા છે.શાકભાજી સસ્તી હોય અને બગડી જાય ત્યારે નફો નથી મળતો પરંતુ શાકભાજી ઊંચા ભાવે હોય અને બગડી જાય છે ત્યારે હાલના સમયે મૂડીમાં પણ નુકસાની જતી હોવાનું જણાવ્યું હતું

શાકભાજીના ભાવ (પ્રતિ કિલો)

શાકભાજીહાલઅગાઉ
રીંગણ70-8050-60
કારેલા30-4020
ટામેટા40-5020-30
કોબીજ30-4020
ફુલાવર50-6030
ભીંડા30-4020
મરચા20-3030
આદુ50-4040
ધાણા100 -5060
ચોળા60-5060-50
પાલક40-5020-30
લીલીહળદર ​​​​​​​50-6060
લીલીડુંગળી ​​​​​​​50-6060
ગવાર80-10050-60

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...