આયોજન:હિંમતનગરનું હાપા સમરસ બનતાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરનું હાપા ગામ સમરસ પંચાયત બનતાં એક નવીન પહેલ અંતર્ગત સરપંચની ચૂંટણીની જગ્યાએ હાપા ગામમાં મફત નેત્ર નિદાન કેમ્પનુ અંધજન મંડળ, બારેજા હોસ્પિટલના સહયોગથી હાપા ગામની પ્રાથમિક શાળામાં મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.

જેમાં આંખના દર્દીઓની ફ્રી તપાસ કરી મફત નેત્રમણિ સાથે મોતિયાના ઓપરેશનની સગવડ કરી અપાઇ હતી. કેમ્પનો હાપા અને આજુબાજુના ગામડાના નાગરિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ગામના સેવાભાવી યુવાઓની ટીમે ખડેપગે રહીને તેમની સેવા આપી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકા યુવા ભાજપ પ્રમુખ રવિન્દ્રસિંહ પરમાર અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષા કૌશલ્યા કુંવરબા પરમારે ઉપસ્થિત રહી ટ્રસ્ટ અને યુવાનોની સેવાભાવનાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...