તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સાબરકાંઠામાં ડિસેમ્બરમાં પંચાયતની ચૂંટણી યોજવા કવાયત હાથ ધરાઈ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 282 ગ્રામ પંચાયતના સરપંચ બેઠકનો પ્રકાર જાહેર કરાયો
  • જિલ્લામાં કુુલ 282 પંચાયતોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં મુદત પૂરી થાય છે, હિંમતનગર તાલુકામાં 69 પંચાયતોની ચૂંટણી

અગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણી વિધાનસભા -022 માટે પણ મહત્વની બની રહેનાર છે ત્યારે તંત્ર દ્વારા રોટેશન પ્રમાણે સરપંચ બેઠકના પ્રકારની ફાળવણી કરી જાહેરાત કરાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં 282 ગ્રામ પંચાયતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં મુદત પૂરી થઈ રહી છે.

સાબરકાંઠા જિલ્લાની ચાલુ વર્ષના અંતે મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોમાં યોજાનાર સામાન્ય ચૂંટણી માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સરપંચની કુલ બેઠકો પૈકી સરપંચના હોદ્દાની વારાફરતી ફાળવણી કરવાની જોગવાઇઓનો અમલ કરવાના ભાગરૂપે અનુસૂચિત જાતિ મહિલા-પુરુષ, અનુસૂચિત આદિજાતિ મહિલા પુરુષ, ઓબીસી મહિલા પુરુષ અને સામાન્ય સ્ત્રી બેઠકોની પંચાયતના ક્રમાનુસાર ફાળવણી કરવા હુકમ કરાયો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં 69, ઇડર તાલુકામાં 72, વડાલી તાલુકામાં 26, ખેડબ્રહ્મા તાલુકામાં 19, પોશીના તાલુકામાં 16, વિજયનગર તાલુકામાં 27, પ્રાંતિજ તાલુકામાં 27 અને તલોદ તાલુકામાં 26 મળી કુલ 282 ગ્રામ પંચાયતોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં મુદત પૂરી થઈ રહી હોવાથી ચૂંટણી યોજવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...