તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં વગડીના વૃદ્ધનું મોત થયું

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજેન્દ્રનગર ચોકડીએ અકસ્માત, વૃદ્ધનું મોત નિપજાવી વાહનચાલક છૂ
 • વૃદ્ધ પેટ્રોલ પૂરાવવા જતા હતા ત્યારે વાહને જોરદાર ટક્કર મારી

હિંમતનગરના વગડીના વૃદ્ધ બાઈક લઇ પેટ્રોલ પૂરાવવા જતા હતા ત્યારે રાજેન્દ્રનગર ચોકડી નજીક શામળાજી તરફથી આવી રહેલ વાહને ટક્કર મારતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. વાહન લઈ ચાલક ફરાર થઈ ગયો હતો મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વગડીના કોદરસિંહ વિહસિંહ મકવાણા (60 ) રવિવાર સવારે બાઇક નંબર જીજે-9-સીપી- 5230 લઈને પેટ્રોલ પૂરાવવા જતા હતા. ત્યારે સાડા 11 વાગ્યાના સુમારે રાજેન્દ્રનગર ચોકડી પર પેટ્રોલ પંપ નજીક શામળાજી તરફથી આવી રહેલ વાહને જોરદાર ટક્કર મારતાં કોદરસિંહ મકવાણા ફંગોળાતા જીવલેણ ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.

મૃતકના ભાઇ કાળુસિંહ વિહસિંહ મકવાણાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હાઇવેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને એજન્સીને અનેક સૂચનાઓ છતાં સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ન કરતાં રાજેન્દ્રનગર ચોકડી ખાતે અવાર-નવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો