તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સાબરકાંઠા મંડપ એસોસીએશન દ્વારા તમામ ટેક્સ માફ કરવા આવેદન અપાયું

હિંમતનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લીઝ પર લીધેલ સરકારી જગ્યાઓનું ભાડુ અને વીજબિલમાં વધારાના કર ન લેવા માંગ

મહામારીને કારણે અનેક નિયંત્રણો આવી જતાં એક વર્ષથી બેરોજગાર થયેલ મંડપ એસોસિએશન દ્વારા સોમવારે પાલિકા-પંચાયતના તમામ પ્રકારના ટેક્સ અને લીઝ પર લીધેલ સરકારી જગ્યાઓનું ભાડુ માફ કરવા તથા વીજ યુનિટની ઉપર લાગતા વધારાના તમામ કર માફ કરવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને મામલતદારને આવેદન અપાયુ હતું.

સાબરકાંઠા જિલ્લા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રીક એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ સથવારાએ જણાવ્યુ કે મંડપ ડેકોરેશન, સાઉન્ડ, ફુલ સુશોભન, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરર્સ, ડીજે, ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કોરોના મહામારીના લોકડાઉન અનલોક ગાઇડલાઇનને કારણે છેલ્લા એક વર્ષથી બેરોજગાર બન્યા છે અને વ્યવસાય બંધ છે.

12 માસથી વ્યવસાયીઓ બિલકુલ બેરોજગાર હાલતમાં હોઇ ગોડાઉનના ભાડા, પાર્ટી પ્લોટના ભાડા, લીઝ પર લીધેલ સરકારી પ્લોટ, હોલના ભાડા, વિવિધ પ્રકારના કર, સ્ટાફના પગાર, અન્ય ખર્ચ વેઠવો હવે સંભવ નથી જેથી મામલતદારને આવેદન આપી પાલિકા કે પંચાયત વિસ્તારમાં આવતા પ્લોટ, ગોડાઉન, ઓફિસની જગ્યાઓના તમામ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ માફ કરવા અને જેણે આવા ટેક્સ ભરી દીધા છે તેમને પરત જમા આપવા તથા લીઝ પર રાખેલ સરકારી પ્લોટ, હોલ, ગોડાઉનના ભાડા માફ કરવા મુખ્યમંત્રીને નિર્ણય લેવા અરજ કરી છે. તદ્દપરાંત વીજબીલમાં યુનીટ સિવાયની એટલે કે મીટર ભાડુ, જીએસટી, પરોક્ષ કર સહિતની રકમ માફ કરવા માંગ કરાઇ છે.

વડાલીમાં મંડપ વ્યવસાયને બેઠો કરવા આવેદન
વડાલી| મહામારીથી છેલ્લા એક વર્ષથી મૃતપાય બેનલા મંડપ અને ડેકોરેશનના વ્યવસાયથી અનેક લોકો બેકાર બની રસ્તે રઝળતા થઈ ગયા છે. જે વ્યવસાયને બેઠો કરી ધબકતો કરવા રાહત પેકેજની માંગ મુખ્યમંત્રીને કરતું આવેદન સોમવારે વડાલી તાલુકા મંડપ એસો. દ્વારા સોમવારે મામલતદારને આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડાલી તાલુકા મંડપ એસો.પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ અને ઉપપ્રમુખ યુનુસભાઈ મનસુરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો