તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:તલોદમાં એચડીએફસી બેંકમાં 1.31 કરોડની ઉચાપત કરનાર આક્ષેપિતે વડોદરામાં આપઘાત કરતાં ચકચાર

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • છેલ્લા ઘણા સમયથી વડોદરા હતો, યુવકે જીવન ટૂંકાવતા ઉચાપતમાં સામેલ અન્ય વ્યક્તિઓના રહસ્ય પર પડદો પડવાના ભણકારાં, સ્યૂસાઇડ નોટ મળ્યાની પણ ચર્ચા

તલોદની એચડીએફસી બેંકમાં ફરજ બજાવતા યુવકે તાલુકાની વિવિધ મંડળીઓના સભાસદોના લોનના કુલ રૂ.1.31 કરોડની ઉચાપત કરી હોવા અંગે તા.18-03-21 ના રોજ તલોદ પોલીસ સ્ટેશનમાં કોર્ટના હુકમને પગલે ફરિયાદ નોંધાયા બાદ યુવકે વડોદરામાં જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવાની સાથે ઉચાપતમાં સામેલ અન્ય વ્યક્તિઓના રહસ્ય પર પડદો પડી જવાના ભણકારા સંભળાઇ રહ્યા છે. મૃતકે સ્યુસાઇડ નોટ લખી હોવાની અને ઉચાપતમાં સામેલ તથા મદદ કરનારના નામ પણ લખ્યાની ચર્ચાઓ ચાલી રહી છે.

તલોદના બોરીયાના જયપાલસિંહ ઝાલા નામના યુવકે તલોદ એચડીએફસી બેંકમાં પોતાની ફરજ દરમિયાન અલગ અલગ દૂધ મંડળીઓના બચત ખાતામાંથી ચેરમેન સેક્રેટરીઓની ખોટી સહીઓ કરીને તથા અન્ય ગ્રાહકોના ખાતામાંથી બીજા ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરી તેમજ ચેકો પાસ કરી કુલ રૂ.1,31,85,000 ની નાણાકીય ગેરરીતી આચરી હોવા અંગે તા. 18-03-21 ના રોજ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આખુયે પ્રકરણ ડીસેમ્બર માસના અંતમાં ખૂલ્યુ હતુ અને જે તે સમયે ફરિયાદ ન નોંધાતા એચડીએફસી બેંક દ્વારા કોર્ટમાં અરજી કરાઇ હતી અને કોર્ટના હુકમ બાદ ફરિયાદ નોંધાઇ હતી. ભાંડો ફૂટ્યા બાદ યુવક ગાયબ થઇ ગયો હતો. જે તે સમયે જ પગલા લેવાયા હોત તો કદાચ યુવકનો જીવ બચી ગયો હોત એ બાબત પણ એટલી જ સાચી છે.

બે દિવસ અગાઉ યુવકે વડોદરામાં જીવન ટૂંકાવી લેતા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં એ.ડી. નોંધાઇ હોવાનુ અને તલોદમાં યુવક સામે નોંધાયેલી ફરિયાદના કાગળો લઇ વડોદરા પોલીસનો સંપર્ક કરાનાર હોવાનુ તલોદ પીએસઆઈ બી.ડી. રાઠોડે જણાવ્યુ હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક વડોદરામાં અન્ય એક શખ્સ સાથે રહેતો હતો અને સ્યુસાઇડ નોટ પણ લખી છે તથા જવાબદારો સામે અંગુલિ નિર્દેશ પણ કર્યો છે. પરિવાર અને પોલીસ દ્વારા આ બાબતે કોઇ સ્પષ્ટતા કરાઇ રહી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો