તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઐતિહાસિક ધરોહર ઇડરગઢ પરના દોલત ભવનને રાજકોટના ટ્રસ્ટને બક્ષિસ આપી દેવા હિલચાલ શરૂ થતાં ક્ષત્રિય સમાજ સહિત જિલ્લાભરમાં તીવ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે. ક્ષત્રીય હિતકારિણી સભાના કેટલાક હોદ્દેદારોએ એજન્ડા કાઢી સામાન્ય સભા બોલાવી બક્ષિસ આપવાની ચોક્કસ પ્રોસિજર કરી ન હોવાના સીધા આક્ષેપ સાથે ક્ષત્રિય આગેવાનો સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ કાયદો, નૈતિકતા અને ફંડની જરૂરિયાતના સંજોગોમાં ફંડ આપવાની ઓફર સાથે વાંધા રજૂ કરનાર છે. ઉપરાંત રાજવી પરિવાર પણ ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવાના પક્ષમાં મક્કમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સને 1993માં સમગ્ર રાજ્યની ઐતિહાસિક ધરોહર ઈડરિયા ગઢના દોલતભવનને હિંમતનગરના ક્ષત્રિય હિતકારિણી સભાને રાજવી પરિવારે સમાજના હિતમાં તબદીલ કરી આપ્યા બાદ સંસ્થાના કેટલાક હોદ્દેદારોએ વર્ષ 2004માં સતીશ પટેલ નામના વ્યક્તિને કાચું વેચાણખત કરી આપ્યું હતું ત્યારબાદ સર્વે નંબર 19માં આવેલ દોલત ભવનના નામે ઓળખાતી મિલકતના 10 ટુકડા પૈકીની મિલકત રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનને આ મિલકત સારી સ્થિતિમાં મૂકવાના હેતુસર વિના અવેજ લીટીગેશન સહિત બક્ષિસ કરવા કલમ 36 હેઠળ સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ પરવાનગી માંગતા સંયુક્ત ચેરીટી કમિશનરે તારીખ 26/11/20 સુધીમાં વાંધા અરજીઓ મંગાવવાની બાબત ક્ષત્રિય આગેવાનોના ધ્યાન ઉપર આવતાં રોષ પેદા થયો છે અને પુરાવા સહિત વાંધા રજૂ કરનાર હોવાનું જણાવી રહ્યા છે.
બીજાએ આપેલ વસ્તુ દાન કરવાનો કોઈ હક નથી
આ ઐતિહાસિક ધરોહર છે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ અસ્તિત્વમાં હતી રાજવી પરિવારે તબદીલ કરી આપ્યા બાદ કોઈ કામગીરી થઈ નથી એજન્ડા કાઢી ને સામાન્ય સભા બોલાવી બક્ષિસ આપવા માટે મામલે કે ટર્મ્સ અને કંડીશન અંગે ચર્ચા કરી લીગલ પ્રોસિજર કરાઈ નથી ચેરીટી કમિશનરે વાંધા અરજી મંગાવતા અંદરખાને ચાલતી પ્રવૃત્તિ હવે બહાર આવી છે તમે ટ્રસ્ટી છો તો મિલકતની જાળવણી અને સંરક્ષણ ની ફરજ નિભાવો બંધારણ પ્રમાણે ચાલવાની નૈતિક ફરજ નિભાવો, બીજાએ આપેલ વસ્તુ દાન આપી દેવાનો કોઈ નૈતિક હક નથી. > નરપતસિંહ અનારસિંહ બારડ, નિવૃત સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર આરએન્ડબી
ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે
જિલ્લાના તમામ સમાજની લાગણી આ ઐતિહાસિક ધરોહર સાથે સંકળાયેલી છે ઐતિહાસીક વારસા અને શૌર્યનું પ્રતીક છે વ્યક્તિગત લાભ લેવાના હેતુથી તમામને અંધારામાં રાખી સરકારને પણ ગુમરાહ કરી વિના અવેજ બક્ષિસ આપવા તજવીજ હાથ ધરી છે જે ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે.આર્થિક સહાયની જરૂરિયાત હોય તો રૂ.21 લાખ સંસ્થાને આપવાની બાહેંધરી આપી વાંધો રજૂ કરનાર છીએ.> ઇન્દ્રજીતસિંહ બળવંતસિંહ રહેવર, ઉપપ્રમુખ સા.કાં. જિલ્લા ક્ષત્રિય સમાજ
વેચાણ જ કરવું હતું તો બક્ષિસ કેમ કરી ?
ઐતિહાસિક ધરોહર છે માત્ર રાજપૂત સમાજ નહીં તમામ સમાજનું ગૌરવ છે લગ્નનો પ્રસંગ પત્યા પછી પણ ઈડરિયો ગઢ જીત્યાનું કહેવાય છે પૈસાની જરૂરિયાત હોય તો ફાળો કરી આપવા પણ ક્ષત્રિય સમાજ તૈયાર છે રાજ પરિવારની લાગણી પણ દુભાઈ છે વેચાણ જ કરવું હતું તો બક્ષિસ કેમ કરી ? અન્ય લોકોને પણ બોલાવવા જોઇતા હતા ગેરકાયદેસર પ્રક્રિયા અંગે સખત વાંધો રજૂ કરનાર છું.>રણજીતસિંહ સોલંકી, કારોબારી સભ્ય,ક્ષત્રિય
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.