તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઉત્તર ગુજરાતમાં વિસનગર સિવાય તમામ APMC ચાલુ રહેશે

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૃષિકાયદા સામે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિ દ્વારા આજે ભારત બંધનું એલાન
 • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ એપીએમસીઓ ચાલુ રહેશે પણ ખેડૂતો આવશે કે કેમ તે નક્કી નહીં

કૃષિબિલના વિરોધમાં દિલ્હીનો ઘેરાવ કરી રહેલા ખેડૂતો દ્વારા 8 મી ડિસેમ્બર મંગળવારે ભારત બંધનું એલાન અપાયું છે. ખેડૂત આંદોલનના પગલે ખેડૂતોએ મંગળવારે આપેલા ભારત બંધના એલાન વચ્ચે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વિસનગર માર્કેટયાર્ડ સિવાય મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં માત્ર વિસનગર એપએમસીના વેપારીઓએ બેઠક કરી ખેડૂતોના પડખે થઇ બંધ પાળવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લાભરમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અરવલ્લી જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લામાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો