તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવેસરથી સર્વે:હિંમતનગરના તમામ 30 શૈક્ષણિક સંકુલો બીયુ પરમિશન વિનાના

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર એનઓસી મામલે હિંમતનગર પાલિકાએ નવેસરથી સર્વે શરૂ કર્યો

ફાયર એનઓસી મામલે મુખ્યમંત્રીએ શૈક્ષણિક સંકુલોને રાહત આપતી જાહેરાત કર્યા બાદ હિંમતનગર પાલિકાના ફાયર વિભાગે નવેસરથી સર્વે શરૂ કર્યો છે જેને પગલે શૈક્ષણિક સંકુલોના સંચાલકોને હાલ પૂરતી રાહત મળી ગઈ છે અને ફાયર એનઓસીની ઝંઝટમાંથી હાલ પૂરતો છુટકારો થયો છે.

શહેરના એક પણ શૈક્ષણિક સંકુલ પાસે બીયુ પરમિશન નથી. ફાયર સેફટી મામલે ગાળીઓ કસાય તે પહેલાં જ મુખ્યમંત્રીએ 9 મીટર થી ઓછી ઊંચાઈ ધરાવતા શૈક્ષણિક સંકુલોને આમાંથી રાહત આપવાની અને બી.યુ. પરમિશન ન હોય પરંતુ ફાયર એનઓસીની જોગવાઈઓ પૂર્ણ થતી હોય તો ફાયર એનઓસી આપવા જાહેરાત કરતા શાળા સંચાલકોએ રાહતનો દમ લીધો છે.

ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યું કે નવી સૂચના મુજબ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર ધરાવતી શાળાઓને ફાયર એસ્ટીંગ્યુશર વસાવવાનું રહેશે. 9 મીટર થી ઓછી ઊંચાઇ ધરાવતી બે માળ સુધી ના શૈક્ષણિક સંકુલોમાં ફાયર એસ્ટીંગ્યુશર, હોઝરીલ, હોઝ એસેમ્બલી, પાણીની ટાંકી, ફાયર પંપ, 450 એલપીએમ ક્ષમતાનો ઈલેક્ટ્રીક પંપ વસાવવાનો રહેશે. નવી સૂચના મુજબ શૈક્ષણિક સંકુલોનો નવેસરથી સર્વે હાથ ધરાયો છે તેમણે ઉમેર્યું કે અગાઉ 30 નોટિસો આપી હતી જે તમામ બીયુ પરમિશન ધરાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...