તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:વધતા ધર્માંતરણ, લવ જેહાદ અને હત્યા રોકવા એ.એચ.પીએ આવેદનપત્ર આપ્યું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલાઓ ઉપસ્થિત રહી મૈત્રી કરારની વિસંગતતાઓ દૂર કરવા માંગ કરી

હિંમતનગરના મહાવીરનગરની ઘટના બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બુધવારે સાબરકાંઠા એસ.પી.ને વધતા જતા ધર્માંતરણ, લવજેહાદ અને હત્યાના કેસ રોકવા આવેદનપત્ર આપ્યું હતું

એ.એચ.પી દ્વારા અપાયેલ આવેદનપત્રની વિગત એવી છે કે હાલમાં શાંતિનું વાતાવરણ છે પરંતુ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ જણાય છે. હાલમાં જ હિંમતનગરના મહાવીરનગરમાં પરણીત હિન્દુ યુવતીને વિધર્મી યુવક દ્વારા અનૈતિક સંબંધો બાંધવા દબાણ થઈ રહ્યું હોવાથી યુવતીએ જીવન ટૂંકાવવાની કમનસીબ ઘટના બહાર આવી છે અને આખો પરિવાર પીંખાઈ ગયો છે. આમાં સંડોવાયેલા તમામને સખત સજા થાય તેવી માંગ કરાઈ હતી તદ્પરાંત મૈત્રી કરાર ને લીધે લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી સમાજ વ્યવસ્થા તૂટી રહી હોવાની લાગણી વ્યક્ત કરી મૈત્રી કરવાની વિસંગતતાઓ સરકાર દ્વારા નાબૂદ થાય તેવા પ્રયાસ કરવા રજૂઆત કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો