તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મોટાભાઈના મોત બાદ લોનના નાણાં માંગતા નાનાભાઈએ ઝેરી દવા પી લીધી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના દાવડમાં નાણાં માગતા ભાભી- ભત્રીજીએ મ્હેણાં મારતાં લાગી આવ્યું
  • તમને એક પણ રૂપિયો નહીં મળે અને જમીનમાં પણ ભાગ નહીં મળે

ઇડરના દાવડમાં 3 વર્ષ અગાઉ મોટાભાઈનું અવસાન થયા બાદ મજીયારી જમીન ઉપર લીધેલ પાક ધિરાણની લોન ભરનાર નાનાભાઈએ તાજેતરમાં લોનના ભરેલા નાણાં પૈકી અડધા પૈસા માંગતા તેમની ભાભી અને ભત્રીજીએ મહેણાં મારતા લાગી આવતાં દવા પી લીધી હતી. બંને સામે ફરિયાદ નોંધાવતા જાદર પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાવડના જીતેન્દ્ર કુમાર રામાભાઈ પ્રજાપતિના મોટાભાઈ બેચરભાઈએ 10 વર્ષ અગાઉ હિંમતપુરની સીમમાં મજીયારી જમીન પર દેના બેન્ક માંથી રૂ. 3 લાખનું પાક ધિરાણ લીધું હતું અને રિન્યુ પણ કરાવતા હતા પાંચેક વર્ષ અગાઉ બેચરભાઈનું અવસાન થતાં બે વર્ષ સુધી લોન ન ભરાતાં બેન્કમાંથી જીતેન્દ્રભાઈ પર ફોન આવતા તેઓ બેંકમાં ગયા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું તું કે જમીન પર 50 હજારની ક્રેડિટ લોન પણ લીધેલ હતી.

સતત ત્રણ વર્ષ સુધી ક્રેડિટ લોન સહિત કુલ રૂ.1.39 લાખ બેંકમાં ભર્યા હતા તાજેતરમાં તેમના ભાભી ભીખીબેન તથા દીકરી પ્રિયંકાબેન આવતાં જીતેન્દ્રભાઈએ બેંકમાં ભરેલ લોન પૈકી અડધા પૈસા માંગતા ભીખીબેન અને તેમની દીકરી બંને કહેવા લાગેલા કે તમને એક પણ રૂપિયો નહીં મળે અને જમીનમાં પણ ભાગ નહીં મળે લોન ના ભરી શકો તો તમારા ભાઈ ઉપર ગયા છે, તમે પણ કંઈ પણ કરીને મરી જાઓ.

જેને પગલે જીતેન્દ્રભાઈને લાગી આવતા ઘરમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પડી હતી એ દવા પી ગયા હતા. જેને પગલે પડોશી કેતનભાઇ સુથાર દોડી આવ્યા હતા અને સારવાર અર્થે ખસેડાયા હતા. જીતેન્દ્રભાઈની ફરિયાદને પગલે જાદર પોલીસે ભીખીબેન બેચરભાઇ પ્રજાપતિ અને પ્રિયંકાબેન બેચરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...