તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠા જિલ્લામાં સંક્રમણ વધતાં જિલ્લાની ખાનગી કોવિડ-19 હોસ્પિટલ, સિવિલના કોરોના વોર્ડ દર્દીઓથી ઉભરાઇ ગયા છે. હિંમતનગર સિવિલમાં ઓક્સિજનના 90 બેડ પેક થઈ જતાં ઓક્સિજનની જરૂરિયાતવાળા નવા દર્દીને દાખલ કરી શકાય તેમ નથી. કોરોના કાળમાં પ્રથમ વખત સારવાર અર્થે દાખલ થયેલ એક્ટિવ કેસનો આંકડો 200 પાર થઈ ગયો છે.
જિલ્લાની ચાર ખાનગી હોસ્પિટલ, હિંમતનગર અને ઇડર સિવિલના કોરોના વોર્ડ દર્દીઓથી જ ચિક્કાર છે નવા દર્દીઓને દાખલ કરવાની સમસ્યા સામે આવી રહી છે. ખાનગી કોવિડમાં વેઈટીંગ ચાલી રહ્યું છે. દિવાળી બાદ તરત જ કોરોના એ માથું ઊંચકતા એક્ટિવ કેસની સંખ્યા 200થી ગઈ છે. સપ્ટેમ્બરમાં 150 થી 175 ની આસપાસ એક્ટીવ કેસની સંખ્યા જોવા મળી હતી.
તૈયારી |બે નવી કોવિડ હોસ્પિટલ અને મટોડા CHCમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવા તજવીજ
જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક ઓફિસર ડો. ચિરાગ મોદીએ જણાવ્યું કે બે નવી કોવિડ હોસ્પિટલ માટે અને ખેડબ્રહ્માનું મટોડા સીએચસી ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે. તદુપરાંત ખાનગી હોસ્પિટલો કોવિડ સારવાર સાથે સંકળાય એ માટે આયોજન થઈ રહ્યું છે.
કોરોના વોરિયર્સ પણ થયા સંક્રમિત
ઇડર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ગઢવી અને તેમના પત્ની ખેડબ્રહ્મા સિવિલના તબીબી સ્ટાફ નર્સ લેબ.ટેકનિશિયન સંક્રમિત થતાં સારવાર હેઠળ હોવાનું ડોક્ટર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું
ખાનગી અને સિવિલ હોસ્પિટલો દર્દીઓથી ચિક્કાર
હિંમતનગરની અભિગમ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, લાઈફ લાઈન હોસ્પિટલ, હિંમતનગર સિવિલ તથા ઈડર સિવિલ દર્દીઓથી ચિક્કાર છે. ખેડબ્રહ્મા સિવિલમાં 30 બેડની વ્યવસ્થા છે અને પાંચ દર્દી એડમિટ છે. પરંતુ અહીં માત્ર પ્રાથમિક સારવાર અપાય છે વધુ સમસ્યાવાળા દર્દીને રિફર કરાય છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા સામે 90 દર્દી ઓકસિજનના
હિંમતનગર સિવિલના આર.એમ.ઓ શાહે જણાવ્યું કે 100 બેડની વ્યવસ્થા સામે 20 બેડ વધાર્યા છે. 80 બેડ માટે ઓક્સિજનની સુવિધા હતી તેમાં 10 નો વધારો કર્યો છે હાલમાં 90 દર્દી ઓકસિજનની સારવાર લઇ રહ્યા છે 96 દર્દી સારવાર હેઠળ છે ઓક્સિજનની જરૂરિયાતવાળા નવા દર્દી માટે સમસ્યા બને તેમ છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.