તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:1 માસ અગાઉ હિંમતનગર સિવિલ પાસેથી એક્ટીવા ચોરનાર ઝડપાયો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટીવા સ્લીપ થતાં ઘાયલ યુવતીને એમ્બ્યુલન્સમાં લઇ જવા દરમિયાન મદદના બહાને એક્ટીવા લઇ ફરાર થઇ ગયો હતો

એક માસ અગાઉ હિંમતનગર સિવિલ નજીક અકસ્માતનો ભોગ બનનાર યુવતીનું એક્ટીવા અને મોબાઈલ લઈ પલાયન થઈ ગયેલા મેઘરજના શખ્સને એલસીબીએ ગત શનિવારે એક્ટીવા રીપેર કરાવવા હિંમતનગર પરત આવતા પકડ્યો હતો.

હિંમતનગર સિવિલમાં દાખલ પિતાના લેબોરેટરી ટેસ્ટ માટે તા.02 મે ના રોજ નીકળેલી યુવતી નાજનીન હૈદરખાન પઠાણ સાંજે સિવિલ નજીકના વળાંકમાં એક્ટીવા નં જીજે-9-સીકે-9536 સ્લીપ થતાં ઈજાગ્રસ્ત થઈ હતી અને તે દરમિયાન એમ્બ્યુલન્સ આવી જતા યુવતીને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. યુવતીને ઉભી કરનાર સ્થળ પર હાજર શખ્સ હું એકટીવા લઇ લઉં છું તમે આગળ જાવ તેમ કહી મદદ કરવાના બહાને એક્ટીવાની ઉઠાંતરી કરી જતો રહ્યો હતો.

એક્ટીવામાં યુવતીના ડોક્યુમેન્ટ્સ અને મોબાઈલ પણ હતો 03 મે ના રોજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. એલસીબી પીએસઆઇ જે.પી.રાવે જણાવ્યું કે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે મેઘરજ તાલુકાનો કલ્પેશભાઈ ગોવિંદભાઈ ધુળાભાઈ ઘેલાત (26) (રહે. ગોરવાડા, ઔડા સરહદ ઉપર કાવજી ઘેલાતના મકાનની બાજુમાં તા. મેઘરજ) હિંમતનગર આવતો હોવાની માહિતી મળતાં 12 જૂને ઝડપી લીધો હતો. એક્ટીવા સ્લીપ થતાં રિપેરીંગ કરાવવા હિંમતનગર આવ્યો હતો અને અગાઉ હિંમતનગર સિવિલમાં નોકરી કરી હોવાનું ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...