સેશન્સ કોર્ટનો ચુકાદો:હિંમતનગરના ભોલેશ્વર ગામમાં જીવલેણ હુમલાના કેસમાં આરોપીને 7 વર્ષની સજા

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઢી વર્ષ અગાઉના હત્યાના પ્રયાસના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો
  • પત્ની સાથે આડો સંબંધ મામલે વાત કરતાં શખ્સે ઊંઘમાં જ પતાવી દેવા ઈરાદે ચપ્પાના ઘા ઝીંક્યા હતા

હિંમતનગરના ભોલેશ્વરના સાબરડેરી સ્ટેડીયમમાં અઢી વર્ષ અગાઉ પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા જતાં આ અંગે વાત કર્યા બાદ ઉશ્કેરાઇ ગયેલ શખ્સે ઝઘડો કરી જતો રહ્યા બાદ મળસ્કે ત્રણેક વાગ્યે ગાઢ નિંદ્રામાં સૂઇ રહેલ પતિને ચપ્પાના 8 જેટલા ઘા મારી માથામાં ઇંટોના છૂટા ઘા કરી હત્યાનો પ્રયાસ કરવાના કિસ્સામાં સેશન્સ જજે સાત વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

સમગ્ર ચકચારી ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ગાંધીનગરના ભાઇજીપુરામાં રહેતા જીતેન્દ્રકુમાર આત્મારામ ઠાકોરે પ્રેમલગ્ન કરેલ હતા અને તેમની પત્ની જીઆઇએસએફમાં નોકરી કરતી હોઇ ભોલેશ્વર સ્થિત સાબર સ્ટેડીયમમાં ફરજ બજાવતી હતી અને જીતેન્દ્રકુમાર અવારનવાર ભોલેશ્વર જતાં આવતા હતા. તા.21/06/19ના રોજ ભોલેશ્વર સાબર સ્ટેડીયમમાં નોકરી કરતા કનુ માધા ડામોરે (મૂળ રહે.બાંઠીવાડા ભાથીજીના મુવાડા મુખીફળો તા.મેઘરજ)રાત્રે આઠેક વાગ્યે જીતેન્દ્રકુમારને ફોન કરી તમારૂ કામ હોઇ તાત્કાલિક ભોલેશ્વર બોલાવી સાબર સ્ટેડીયમમા કનુ ડામોરના રૂમ પર ગયા હતા જ્યાં વાતચીત દરમિયાન પત્ની સાથે આડો સંબંધ હોવાની શંકા મામલે વાત કરતા કનુ ડામોર ઉશ્કેરાઇ બોલાચાલી કરી તેના રૂમમાં જતો રહ્યો હતો. થોડીવાર પછી જીતેન્દ્રકુમાર પણ રૂમમાં જઇ સૂઇ રહ્યા હતા ત્યારે રાત્રે ત્રણેક વાગ્યે કનુ ડામોર જીતેન્દ્રકુમાર ઉપર બેસીને ચપ્પા વડે ગળાના ભાગે, ડાબી બાજુ કપાળના ભાગે, ડાબી આંખ નીચે ભ્રમર ઉપર, જમણી આંખ નીચે, છાતીના જમણા ભાગે, જમણા હાથમાં તથા પંજા અને હાથના અંગૂઠા પર આઠ જેટલા ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન જીતેન્દ્રકુમારે બૂમો પાડતા રૂમની બહાર દોડતાં પાછળથી કનુ ડામોરે માથાના ભાગે છૂટી ઇંટો મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસ હિંમતનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિક્રમસિંહ પરમારે રજૂ કરેલ પૂરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી સા.કાં. સેશન્સ જજ હસમુખ ડી સુથારે કનુ માધુભાઇ ડામોરને આઇપીસી 307ના ગુનામાં તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદ અને રૂ. 7500 દંડ, આઇપીસી 326 માં 5 વર્ષની સખત કેદ અને રૂ.7500 દંડ, આઇપીસી 337માં ત્રણ માસની કેદ અને રૂ. 500 દંડ તથા આઇપીસી 357(એ) મુજબ ઇજા પામનારને રૂ. 10 હજાર વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો. તમામ સજા એક સાથે ભોગવવાની અટેલે કે મહત્તમ 7 વર્ષની સજા ભોગવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...