તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દારૂના ગુનાનો એક વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ બાતમી આધારે ચિઠોડાથી પકડ્યો

સા.કાં. એલસીબીએ બાતમીને આધારે પેટ્રોલિંગ દરમિયાન ચિઠોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનાનો એક વર્ષથી નાસતા ફરતા આરોપી ને ઝડપી આગળની કાર્યવાહી અંતર્ગત ચિઠોડા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સાબરકાંઠા એસપીએ આપેલ સૂચનાને પગલે એલસીબી પી.આઈ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.પી. રાવ તથા તેમની ટીમ ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સતીશકુમાર નરેશભાઈ વેલાજી મીણા (દરંગા) ઉ.વ. 26 (રહે.ગત્રાળી નાલા ફળા ખેરવાડા ઉદયપુર) ચિત્રોડા ત્રણ રસ્તા ખાતે આવેલ છે. જેથી ચિઠોડા ત્રણ રસ્તા ખાતે પહોંચી તેને પકડી આગળની કાર્યવાહી કરવા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...