તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હિંમતનગર સમરસ કોવિડ સેન્ટરમાંથી ફરાર દુષ્કર્મનો આરોપી 40 દિવસે ઝબ્બે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાચા કામનો ફરાર કેદી રાજસ્થાનથી ઝડપાયો હતો. - Divya Bhaskar
કાચા કામનો ફરાર કેદી રાજસ્થાનથી ઝડપાયો હતો.
  • ગત 23 એપ્રિલે બાથરૂમ જવાના બહાને નાસી ગયો હતો

હિમતનગર ગ્રામ્ય પોલીસે ઇન્ટેલીજન્ટ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી માહિતી મેળવી સમરસ કોવિડ સેન્ટરમાંથી ગત 23 એપ્રિલે ભાગી છૂટેલો દુષ્કર્મ કેસના કાચા કામના કેદીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિત દુષ્કર્મ કેસના ગુનામાં સંડોવાયેલ મોહસીનખાન ઉર્ફે ટીચો કાદરખાન ચાંદખાન પઠાણ (27,રહે. માંડલ ગઢ પુરાની આબાદી, કિલા રોડ, ભીલવાડા રાજસ્થાન)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેને હિંમતનગરના સવગઢમાં સમરસ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે લઇ જવાયો હતો.

ગઈ તા. 23 એપ્રિલે રાત્રે બાથરૂમ જવાના બહાને પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો અને 40 દિવસથી નાસતો ફરતો હતો.જેને પકડવા હિંમતનગર ગ્રામ્ય પીએસઆઇ પી.ડી.ચૌધરી સહિત પોલીસ કર્મીઓની ટીમે ઇન્ટેલિજન્ટ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી નાસતા ફરતા આરોપીની માહિતી મેળવી ટીમને રાજસ્થાન ચિતોડગઢ મોકલી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...