કોર્ટનો હુકમ:હિંમતનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની કેદ,22.62 લાખ ચુકવવા હુકમ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરમાં વેપારીએ ગાંધીનગર કંપનીમાં વેપારીને રૂ. 24,62,784ની ની રકમનો ચેક આપતાં જે પરત થતાં શખ્સને ગુનેગાર ઠેરવી 6 માસની સાદી કેદનો હુકમ કર્યો હતો અને કલમ 357 અંતર્ગત રૂ. 22,62,784 વળતર પેટે ચુકવવા આદેશ કર્યો હતો. ઇડરના જાદરના માધવી સ્ટોનના ભાગીદાર પટેલ હેમંતકુમાર નરસાભાઇએ ગાંધીનગરમાં વારાહી ટ્રેડીંગ પ્રા.લી. કંપનીને ક્રસીંગ મેટલ કિં. 24,62,784 સપ્લાય કર્યો હતો.

જે અંગે વારાહી ટ્રેડીંગ કંપની વતી ડાયરેકટર હિતેન્દ્ર અખરે ચૌધરીએ મોટાચિલોડામાં એચડીએફસી બેન્કના કંપનીના ખાતાનો રૂ. 24,62,784 નો ચેક સહી કરીને આપ્યો હતો. આ ચેક માધવી સ્ટોનના ભાગીદારી ખાતામાં જમા કરાવ્યો હતો. પરંતુ પરત આવતાં માધવી સ્ટોનના ભાગીદાર પટેલ હેમંતકુમાર નરસાભાઇએ એડવોકેટ એન.આર. મીર મારફતે નોટિસ આપી હતી.

તેમ છતાં બાકી લેણાની રકમ ભરપાઇ ન કરતા કોર્ટના દ્વાર ખખડાવીને ધી નેગો.ઇ.એકટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરતાં કેસકેસ હિંમતનગરના મે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.એ. બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલી જતાં વારાહી ટ્રેડીંગ કંપનીના ડાયરેકટર હિતેન્દ્ર અખરે ચૌધરીને તકસીરવાર ઠરાવી 6 માસની સાદી કેદનો હુકમ કર્યો હતો. કલમ 357 અંતર્ગત રૂપિયા 22,62,784 દિવસ 30માં ચુકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...