તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી બાદ કોરોના સંક્રમણનું બીજું વેવ વધારે શક્તિશાળી નિવડતાં નવેમ્બર માસના ઉત્તરાર્ધમાં શહેરના સીટી સ્કેન સેન્ટરો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાયા હતા શહેરના ત્રણ ખાનગી સીટી સ્કેન સેન્ટરોમાં પ્રતિદિન 60 થી વધુ લોકોના સ્ક્રિનિંગ થઈ રહ્યા છે. જેમાં બે થી પાંચ ટકા લોકો ઘરના સભ્યને કોરોના થતાં જાતે જ સ્ક્રિનિંગ કરાવવા પહોંચી જાય છે.
કોરોના દર્દીઓની સંખ્યા વધતાની સાથે સરકારે ફિઝીશીયન પણ સારવાર માટે હાકલ કરવા સહિત ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપતા રેપિડ કે આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવતા દર્દીના ફેફસા સુધી ચેપ પહોંચ્યો છે કે નહીં તે નક્કી કરવા ફિઝીશીયનો સીટી સ્ક્રિનિંગ કરાવે છે. જ્યારે કેટલાક સીધો સીટી સ્કેન કરાવી દર્દીની સારવાર શરૂ કરી દે છે. મતલબ કોરોનાની સારવાર સીટી સ્કેન ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જેને કારણે સીટી સ્કેન સેન્ટરો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
હિંમતનગર શહેરમાં ત્રણ સીટી સ્કેન સેન્ટરોમાં હાલમાં આંશિક ઘટાડો થવા છતાં 60 થી વધુ લોકો સ્ક્રિનિંગ માટે આવી રહ્યા છે તબીબ દ્વારા મોકલવામાં આવતા મોટા ભાગના પોઝિટિવ દર્દીઓનો સીટી સ્કોર જોયા બાદ ફિઝીશીયન સારવાર નક્કી કરે છે.
95 % લોકો તબીબના માધ્યમથી આવે છે
અત્યારે ઘટાડો થયો છે 95 ટકા લોકો ડોક્ટરના માધ્યમથી આવે છે કેટલાક રેપિડમાં પોઝિટિવ કે પરિવારમાં કોઈ પોઝિટિવ આવ્યું હોય તો જાતે આવી જાય છે માત્ર કોવિડ સ્ક્રિનિંગ કરવાનું હોય તો રૂ. 2500 અને સાથે થોરકેસ એચઆરસીટી હોય તો રૂ. 3500 કે તેથી વધુ પણ થઈ શકે છે. > ડો. કેતન પટેલ
2 - 5 ટકા લોકો જાતે પણ આવી જાય છે
આરટીપીસીઆરનો સ્કોર અને સીટી સ્કોર જોયા પછી ચોક્કસ સારવાર નક્કી થઈ શકે છે. હાલમાં 20 થી 25 લોકો આવી રહ્યા છે કોવિડ સ્ક્રિનિંગનો રૂ. 2500 ચાર્જ લેવાય છે બે - પાંચ ટકા લોકો જાતે પણ આવી જાય છે.> ડો. જયરાજ ભટ્ટ
પ્રતિદિન 12-15 જણા આવે છે
પ્રતિદિન 12 થી 15 જણા સીટી સ્કેન માટે આવે છે. ડોક્ટરની સલાહ વગર જવલ્લે જ કોઈ આવે છે ફેફસામાં ચેપનું પ્રમાણ કેટલું છે અને ઇન્જેક્શનની જરૂરિયાત છે કે નહીં તે નક્કી કરવા તબીબને સીટી સ્કેનની જરૂર પડે છે.> જીગ્નેશ પટેલ
જરૂર જણાય તો જ સીટી સ્કેન કરાવો
શરૂઆતથી જ કોરોનાની સારવાર સાથે સંકળાયેલ ડો. એમ. એમ. સુરતીએ જણાવ્યું કે કોઈએ જાતે સીટી સ્કેન કરવવા પહોંચી જવું ન જોઈએ તદ્પરાંત લક્ષણો જણાતા કે રેપીડમાં પોઝિટિવ આવતા પાંચ - છ દિવસ બાદ સીટી સ્કેન જરૂર જણાય તો કરાવવો જોઇએ ઇન્ફેક્શન ફેફસાં સુધી પહોંચતા થોડો સમય લાગે છે વહેલા સીટી સ્કેન કરાવતા રિપોર્ટ નેગેટિવ પણ આવી શકે છે.
હિંમતનગર સિવિલમાં સરેરાશ 7 સીટીસ્કેન થાય છે
હિંમતનગર સિવિલમાં કોરોના સ્ક્રિનીંગ માટે સરેરાશ 7 સીટીસ્કેન થઈ રહ્યા છે આરએમઓ ડો.એન.એમ.શાહે જણાવ્યું કે 23 દિવસમાં 144 થોરેકસ કરાયા છે અને રૂ.1000 ટોકન ચાર્જ લેવાય છે.
થર્ડ જનરેશનના મશીન આવી ગયા છે, 45 સેકન્ડમાં સ્ક્રિનિંગ થઈ જાય છે:તબીબ
ડો. જયરાજ ભટ્ટે જણાવ્યું કે અત્યારે થર્ડ જનરેશનના મશીન આવી ગયા છે 45 સેકન્ડમાં સ્ક્રિનિંગ થઈ જાય છે જેથી રેડીયેશન આગળ એક્સપોઝર ઘટી જાય છે જૂના મશીનોમાં બે થી અઢી મિનિટ જેટલો સમય લાગતો હતો એક્સપોઝર ઘટતા નુકસાનનું પ્રમાણ પણ ઘટી ગયું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.