અકસ્માત:હિંમતનગરમાં કારની ટક્કરે રોડ ઓળંગતાં યુવકનું મોત

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી કારચાલક ફરાર થઇ ગયો
  • કારની ટક્કરથી યુવકને માથામાં ઇજાઓ થઇ

રવિવારે સાંજે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલ શખ્સને ટક્કર મારતાં માથામાં ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત નિપજતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.અકસ્માત કરી કારચાલક ફરાર થઇ ગયો હતો.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે એક હોન્ડા સિટી કાર નં.જી.જે-01-એચ.પી-8459 ના ચાલકે કારને પૂરઝડપે હંકારી લાવી હિંમતનગર બસ સ્ટેન્ડ સામે શુલભ શૈચાલય આગળ રોડ ક્રોસ કરી રહેલ આશરે ઉ.વ.45 વર્ષીય શખ્સને ટક્કર મારી હતી અને કાર લઇ ફરાર થઇ ગયો હતો.

અકસ્માતને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને માથામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ શખ્સને 108 બોલાવી સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાનુ જાણવા મળતાં બસ સ્ટેન્ડ આગળ પાન મસાલાનો ગલ્લો ચલાવતા ગોપાલભાઇ ગોવિંદભાઇ સોલંકીએ કાર ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...