તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • A Young Woman From Maharashtra Pretended To Be Married To A Young Man From A Foreign Village And Fled With Gold Jewelery And Rs 3.50 Lakh, Cheating 5 Young Men

વધુ એક લૂંટેરી દુલ્હનની છેતરપિંડી:મહારાષ્ટ્રની યુવતીએ દેશોતર ગામના યુવક સાથે લગ્નનું નાટક કર્યું, સોનાના દાગીના અને 3.50 લાખ લઈ ફરાર, 5 યુવકને છેતર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોહિત કુમારે તા.09/09/20ના રોજ રાગિણી સાથે દહેગામ તાલુકાના લીંબુતેડા ખાતે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. - Divya Bhaskar
રોહિત કુમારે તા.09/09/20ના રોજ રાગિણી સાથે દહેગામ તાલુકાના લીંબુતેડા ખાતે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા.
  • એક માસ અગાઉ રાગિણી શર્માના 15 સાગરીતે દેશોતર આવી યુવકને માર મારવાની ફરિયાદ નોંધાતાં ચકચાર
  • મહિલાએ અગાઉ પણ અન્ય 2 યુવકને ફસાવી દુષ્કર્મની ફરિયાદ કરી લાખ્ખો રૂપિયા પડાવ્યાના પુરાવા યુવકે રજૂ કર્યા છે

સુરતમાં ફાઇનાન્સનો વ્યવસાય કરતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મહારાષ્ટ્રના અહમદનગરની મહિલાના ગાઢ પરિચયમાં આવેલા યુવકે કથિત વિધવા મહિલા સાથે લગ્ન કર્યા બાદ તેણે પોત પ્રકાશ્યું હતું. મહિલા સોનાના દાગીના તથા રૂ. 3.50 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયા બાદ દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકીઓ આપી લાખ્ખો રૂપિયાની માગણી કરી એક માસ અગાઉ તેના 15 જેટલા સાગરીત દેશોતર આવી યુવકને માર મારવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.

અજય શર્મા સાથે.
અજય શર્મા સાથે.

પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઇડર તાલુકાના રાવોલ ગામના રોહિતકુમાર જેઠાભાઈ પરમાર સૂરત ખાતે ફાઇનાન્સનો વ્યવસાય કરે છે અને હાલ ગાંધીનગર રહે છે. નવ માસ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી રાગિણી મુનૂટ નામની મહિલાના પરિચયમાં આવ્યા હતા અને ગાઢ પરિચયમાં પરિણમ્યા બાદ તેનું નામ રાગિણી અજય શર્મા હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે મળવા આવવાનું કહેતાં રોહિતકુમારે અહમદનગરથી અમદાવાદની ટિકિટ બુક કરાવી આપતાં તા.07/09/20ના રોજ રાગિણી શર્મા અમદાવાદ થઈ ગાંધીનગર આવી હતી અને રોકાણ દરમિયાન પોતે વિધવા હોવાનું અને રોહિતકુમાર સાથે લગ્ન કરવાનું જણાવ્યું હતું.

લાલચંદ કૂંપાવત સાથે.
લાલચંદ કૂંપાવત સાથે.

તા.09/09/20ના રોજ રોહિતકુમારે દહેગામ તાલુકાના લીંબુતેડા ખાતે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તા.15/09/20ના રોજ અહમદનગર પરત જતી રહી હતી અને તા.22/09/20ના રોજ રાગિણી શર્મા પાછી આવી હતી અને તા.12/10/20 સુધી રોકાઈ હતી. ત્યાર બાદ ડિસે-20માં લાલચંદ કૂંપાવત નામના શખસે ફોન કરી કહ્યું હતું કે રાગિણી પર 12થી 15 લાખ દેવું છે એ તમે ભરી દો અને રાગિણીને લઈ જાઓ, જેથી રોહિતકુમારે બે ચેક કુરિયરથી મોકલી આપ્યા હતા. દરમિયાન આ શખસે દુષ્કર્મની ફરિયાદ કરાવવાની ધમકી આપતાં બંને ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું.

ગૌરવ મુનૂટ સાથે
ગૌરવ મુનૂટ સાથે

ફેબ્રુઆરી માસમાં રાગિણી સાથેના શારીરિક સંબંધોને લઈ લાલચંદ કૂંપાવત અને રવીન્દ્ર પાલ નામના શખસોએ ફરીથી ધમકીઓ આપી હતી. દરમિયાન તા.04/04/21ના રોજ રાગિણી ફરીથી પરત આવતાં તેને લઈ દેશોતર આવ્યા હતા અને તા.08/04/21ના રોજ રાગિણી સોનાનું ડોકિયું, ચાંદીના પાયલ અને રૂ.3.50 લાખ લઈ બપોરે ફરાર થઈ ગઈ હતી.

જિતેન્દ્ર રમેશ પાતોડે સાથે.
જિતેન્દ્ર રમેશ પાતોડે સાથે.

રાગિણી શર્માએ અગાઉ પણ આવા કાંડ કર્યા છે
રોહિતકુમારે પોલીસ સમક્ષ પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે રાગિણી શર્માએ આવી જ ઓપરેન્ડીથી અહમદનગરના જિતેન્દ્ર રમેશ પાતોડે નામની વ્યક્તિ પર દુષ્કર્મનો કેસ કરી રૂ.20થી 25 લાખ પડાવ્યા હોવાનું તથા ગૌરવ મુનૂટ નામના શખસને ફસાવી લગ્ન કરી રૂ.13.50 લાખ લીધા છે અને અહમદનગર એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે.

રાગિણીના સાગરીતોએ માર માર્યો
ગત તા.06/05/21ના રોજ સવારે સાડાઆઠ વાગ્યાના સુમારે રોહિત કુમારને દેશોતરના અલાઉદ્દીન મસુના ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા અને બે ગાડીઓ ભરીને આવેલા શખસોએ માર મારી ધમકીઓ આપી જાતિવિષયક અપમાનિત કરી રોહિત કુમારની કારને પણ નુકસાન કર્યું હતું.

15 શખસ સામે ગુનો
1. રાગિણી અજય શર્મા
2. લાલચંદ કૂંપાવત
3. રવીન્દ્રનાથ રામસેવક પાલ
4. શિવ પ્રતાપસિંહ
5. સોનુ ઇશ્વરચંદ વિશ્વકર્મા
6. સંજીવન ઇશ્વરચંદ વિશ્વકર્મા
7. મનીષ ઉર્ફે ડીગ્યા વિશ્વકર્મા
8. ગીતના
9. સુરેશ શર્મા
10. રીટા શર્મા
11. સવિતા શર્મા
12. રિન્કુ શર્મા
13. રાજ
14. અનિલ ભરવાડ
15. પાર્થ
16. અજાણ્યો શખસ