તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કૂવો ખોદવા દરમિયાન દટાયેલા યુવકનું અમદાવાદમાં મોત થયું

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રાંતિજના વિલાસપુરકંપાનો ચકચારીભર્યોબનાવ

પ્રાંતિજના વિલાસપુર કંપામાં રવિવારે બપોરે કૂવો ખોદવા દરમિયાન ભેખડ ધસતાં ઇજાગ્રસ્ત યુવકનું અમદાવાદમાં સારવારમાં મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિલાસપુર કંપામાં તા. 31-01-21ના રોજ કૂવાનું ખોદકામ કરવા કલ્પેશભાઈ સમુભાઈ કટારા (21) (મૂળ રહે. ભિચોડ તા. ફતેપુરા જી. દાહોદ) નીચે ઉતર્યા હતા અને કૂવાના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતાં માટી નીચે દબાઇ ગયા હતા.

કલ્પેશભાઈને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લાવવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા તા. 01-02-21 ના રોજ અમદાવાદ સિવિલના ડો. પી.આર. મકવાણાએ કલ્પેશભાઈ કટારાનું 4:20 કલાકે સારવાર દરમિયાન મોત થયું હોવા અંગે જાણ કરતા પ્રાંતિજ પોલીસે એ.ડી. નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો