ઇડરના બરવાવ-સુરપુર રોડ પર વોકિંગ કરીને પરત આવી રહેલ યુવકને બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇડર પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તા.13-04-22 ના રોજ રાત્રે રાકેશભાઇ હિરાભાઇ પરમાર (રહે. જૂના પોલીસ સ્ટેશનની સામે, ઇડર) જમ્યા બાદ વોકીંગ કરવા માટે બરવાવ રોડ પર સુરપુર ત્રણ રસ્તા સુધી ચાલતા ગયા હતા અને સુરપુર ત્રણ રસ્તાથી વોકિંગમાં પરત આવતી વખતે બાઇક નં. જી.જે-09-ડી.સી-1563 ના ચાલક જેસીંગભાઇ સરદારભાઇ પટેલે (રહે. બરવાવ તા.ઇડર) પાછળથી ટક્કર મારતા બંને જણા રોડ પર પટકાતાં ઇજાગ્રસ્ત થયા હતા જેમાં રાકેશભાઇને ડાબા પગે ઘૂંટણના નીચેના ભાગે ફ્રેક્ચર, પીઠના તથા માથાના ભાગે ઇજાઓ થતાં રણજીતભાઇ હિરાભાઇ પરમારે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.