તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ચાંપલાનાર ગામના યુવકે ઝેર પીતાં સારવારમાં મોત, અગમ્ય કારણોસર યુવકે આપઘાત કર્યો

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ચાંપલાનારના 30 વર્ષીય યુવકે પાંચેક દિવસ અગાઉ અગમ્ય કારણોસર રાત્રે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો અને રવિવારે સવારે 11 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજતા ગાંભોઇ પોલીસે એ.ડી. નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ગાંભોઇ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાંપલાનારમાં રહેતા જયંતીભાઈ મોતીભાઈ બજાણીયા (30) તા.03-02-21 ના રોજ રાત્રે નવેક વાગ્યે પોતાના ઘેર જ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જયંતીભાઈને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા મેડિકલ ઓફિસર કે.બી. પરમારે ગાંભોઇ પોલીસને જયંતિભાઈ બજાણીયાનું તા.07-02-21ના રોજ સવારે 11:05 કલાકે સારવાર દરમિયાન મોત થયું હોવા અંગે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો