તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઇડરના બારડીયા કંપામાં યુવક કૂવામાં પડી જતાં મોત

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોશીનાના દેટકાના મજૂરના મોતથી ચકચાર

ઇડરના બારડીયા કંપામાં રવિવારે મોડી સાંજે પોશીના તાલુકાનો 26 વર્ષીય ખેત મજૂર યુવક કૂવામાં પડી જતાં કરુણ મોત થયું હતું. ઇડર પોલીસને બનાવની જાણ કરતા તપાસ હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોશીનાના દેટકાના ખેતમજૂરના મોતથી ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડર તાલુકાના બારડીયા કંપામાં ગત તા.07-02-21ના રોજ પોશીના તાલુકાના દેટકા ગામનો 26 વર્ષીય યુવક સોહનભાઈ રાત્રે આઠેક વાગ્યે અબ્બાસભાઈ રહીમભાઈ મોમીનના કૂવામાં પડી ગયો હતો અને ડૂબી જવાથી મોત નીપજ્યું હોવા અંગે રાજુભાઈ ગુજરાભાઈ નાગોતરે (22) (રહે.મંડવાલ તા. પોશીના) ઇડર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ વગેરે માટે મોકલી એ.ડી. નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો