તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:સાબરકાંઠાના તલોદની ICDS કચેરીમાં દારૂની મહેફિલ માણતો કર્મીનો વીડિયો વાયરલ

હિંમતનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
દારૂની મહેફિલનો વાયરલ વીડિયો. - Divya Bhaskar
દારૂની મહેફિલનો વાયરલ વીડિયો.
 • સાબરકાંઠાની સરકારી કચેરીમાં નૈતિકતા અને ફરજનું અધઃપતન

તલોદની આઈસીડીએસ કચેરીમાં કર્મચારીનો દારૂની મહેફીલ માણતો વીડિયો વાયરલ થતા દારૂબંધીની પોકળ વાતોના લીરે લીરા તો થયા છે. પરંતુ સરકારી કચેરીઓમાં નૈતિકતા અને ફરજનું અધ:પતન કેટલા નીચા સ્તરે પહોંચી ગયું છે તે કળવુ પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. દારૂની બોટલ કચેરીમાં જ ટેબલ પર મૂકી મહેફીલ માણવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

સમગ્ર વિવાદ મામલે તલોદ આઈસીડીએસ કચેરીના અધિકારી રશ્મિકાબેન પ્રજાપતિએ જણાવ્યું કે આવું સાંભળવા મળ્યુ છે. પરંતુ વિડીયો મળ્યો નથી હું કામગીરી માટે ફિલ્ડમાં હોઉ તેવા સમયે આવું થાય તો મને કેવી રીતે ખબર પડે ? પુરાવો હાથ લાગશે તો ઉચ્ચ અધિકારીને જાણ કરી પગલાં લેવાશે.

ટેન્ડર પાસ કરાવવામાં પણ લાખોનો ભ્રષ્ટાચાર
ડિસેમ્બરના અંતિમ ચરણમાં સા.કાં. જિલ્લામાં મેન પાવર સપ્લાયના ટેન્ડરની કામગીરી હાથ ધરાતાં ચાલુ કંપનીને ટેન્ડર રિન્યુ કરી આપવા અને નવું ટેન્ડર તમને જ મળશે તેમ કહીને રૂ.1.5 લાખ અને 1 લાખ એક કર્મચારીએ લીધા હોવા અંગે ગત 7 જાન્યુઆરીએ ભોગ બનનારે કલેક્ટરને નામજોગ ફરિયાદના રૂપમાં ઇમેલ કાર્યવાહીની માંગ કરી હતી જેમાં પણ કોઇ કાર્યવાહી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો