ફરિયાદ:હિંમનગરની મહિલાને ઘરકામ મુદ્દે ત્રાસ આપી સાસરિયાંએ કાઢી મૂકી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલમાં રહેતાં પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ

હિંમતનગર તાલુકાની કલોલ પરણાવેલ મહિલાને ઘરકામ બાબતે સાસુ, સસરા અને નણંદે બોલાચાલી કરી પતિની ચઢવણી કરતા પતિએ મારઝૂડ કરી કાઢી મૂકતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના કિફાયતનગર સવગઢની અફસાના ડો/ઓ નિઝામુદ્દીન અંસારીના લગ્ન અફઝલ હુસેન મો.નિઝામુદ્દીન અંસારી (રહે. 421 આયોજનનગર મદિના મસ્જિદ પાનસર રોડ, કલોલ) સાથે થયા હતાં.

લગ્નના દોઢ વર્ષ બાદથી સાસુ હસબુનનીસા નિઝામુદ્દીન અંસારી, સસરા મો.નિઝામુદ્દીન અબ્દુલ હલીમ અંસારી ઘરકામની બાબતોમાં પતિ અફઝલ હુસેનની ચઢવણી કરતાં અફસાનાબેન સાથે બોલાચાલી કરતો હતો તથા નણંદ ફરીદાબાનુ વા/ઓ મોહમદ મુસ્તાકભાઇ અંસારી (રહે.એ-22 ગુલશનમદીના સોસા.ભૈરવનાથ રોડ મણીનગર અમદાવાદ)એ અવાર નવાર પિયરમાં આવતા પિતાનું ઉપરાણું લઇ અફસાનાબેન સાથે ઝઘડો કરતા હતા.

07/09/2017ના રોજ સાસુએ કહ્યું કે તારી પત્ની બતાવ્યા પ્રમાણે ઘરનું કામ કરતી તેવું કહેતાં અફઝલએ ઉશ્કેરાઇ મારઝૂડ કરી હતી ત્યારબાદ તા.11/09/21ના રોજ સવારે આઠેક વાગ્યે અફસાનાબેનની તબિયત સારી ન હોઇ ઘર કામ થઇ શકેલ ન હોઇ આ બાબતે પતિ, સાસુ, સસરાએ બોલાચાલી કરી કહ્યુ હતું કે તુ કંઇ કામની નથી તારા પિયરમાં જતી રહે જેથી પિતા લેવા આવતા તે દરમિયાન પણ પતિએ ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકતા મહિલા પોલીસ સ્ટેશનમાં ચારેય જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...