પહેલ:45 થી ઉપર વયજૂથમાં 100 % રસી ધરાવતા ગામને 10 લાખ ગ્રાન્ટ મળશે

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનનો વ્યાપ વધારવા સા.કાં. ડીડીઓની પહેલ
  • 95 % ધરાવતા ગામને ~5 લાખ ગ્રાન્ટ મળશે

વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવવા અને દરેક ગામ કોરોના સામેની લડાઈમાં સહભાગી બને તે હેતુસર સાબરકાંઠા ડીડીઓએ પોતાની ગ્રાન્ટમાંથી 45 થી ઉપર વયજૂથમાં 100 ટકા વેક્સિનેશન ધરાવતા ગામને રૂ. 10 લાખ અને 95 ટકા વેક્સિનેશન ધરાવતા ગામને રૂ. 5 લાખ વિકાસના કામો અર્થે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન એકમાત્ર હથિયાર છે અને હજુ પણ કેટલાક લોકો દ્વિધામાં છે ત્યારે ગામે ગામ જાગૃતિ આવે અને પ્રોત્સાહન મળે તે હેતુસર સાબરકાંઠા ડીડીઓ દ્વારા અનેરી પહેલ કરાઇ છે.

સા.કાં. ડીડીઓ રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું કે તમામ જિલ્લાજનો વેક્સિનેશન કરાવે તે ખૂબ જરૂરી છે અને વેક્સિન લઈને લોકો પોતાના પરિવારને સુરક્ષિત કરે તે પણ અગત્યનું છે. જિલ્લાના જે ગામમાં 45 વર્ષથી ઉપરના લોકોનું 100 ટકા વેક્સિનેશન થયું હશે તેવા ગામને રૂ. 10 લાખ અને 95 ટકા વેક્સિનેશન થયું હોય તેવા ગામને રૂ.5 લાખની વિકાસ માટેની ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...