ચકચારી ઘટના:હિંમતનગર શહેરમાં અંદાજે બે દિવસના બાળકને કૂતરાંઓએ ફાડી ખાતાં મોત

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માર્કેટયાર્ડની પાછળ ગટરલાઇનના ખાડામાં બાળકને ત્યજાયું હતું
  • સોસાયટીના રહીશોની તપાસમાં ખાડામાંથી સાડી, બાળકનું જેકેટ અને કપડા મળ્યાં

હિંમતનગર માર્કેટયાર્ડની પાછળ આવેલ સોસાયટીમાં મંગળવારે વહેલી સવારે મોઢામાં નવજાત બાળક લઇને કૂતરું ફરતું જોવા મળતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી સોસાયટીના રહીશોમાં આજુબાજુમાં તપાસ કરતાં ગટર લાઇનના ખાડામાંથી પીળા કલરની સાડી, નાના બાળકનું ગ્રે કલરનું જેકેટ અને બીજા કપડાં મળી આવ્યા હતા.

ફિટકાર વરસાવતી ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે તા.16-11-21 ના રોજ માર્કેટયાર્ડની પાછળ આવેલ સંસ્કાર સોસાયટીમાં રહેતા હિતેશકુમાર રમણલાલના ઘર આગળ સવારે 7 વાગ્યે કૂતરું મોઢામાં નાનું બાળક લઇને ફરતું જોવા મળતાં બૂમાબૂમ કરતાં કૂતરું થોડેક દૂર બાળકને મૂકી જતું રહ્યું હતું દરમિયાનમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. નજીક જઇને જોતાં બાળકનુું મોઢુ ગરદન તથા છાતીના ભાગની ચામડી કૂતરાંએ ફાડી ખાધી હતી. બાળકની બે આંખો અને હાથપગ ગાયબ હતા. એકઠા થઇ ગયેલા લોકોએ આજુબાજુમાં તપાસ કરતાં પાછળના ભાગે ગટર લાઇન બની રહેલ હોઇ તેની ખોદકામ કરેલ લાઇનના ખાડામાંથી પીળા કલરની સાડીમાં નાના બાળકનું ગ્રેકલરનુ જેકેટ બીજા કપડા મળી આવ્યા હતા.

આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર આવી નવજાત બાળકની લાશ પીએમ અર્થે મોકલી હિતેશકુમારની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.