અકસ્માત:ટ્રેક્ટર રોંગ સાઈડમાં લેતાં કારે ટક્કર મારતાં ટ્રેક્ટર ચાલકનું મોત

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના રૂપાલ ચાર રસ્તે અકસ્માત સર્જાયો
  • હિંમતનગરના સાકરોડિયાનો પરિવાર લગ્નમાં જતો હતો

હિંમતનગરના સાકરોડિયા એક પરિવાર ટ્રે્ક્ટર લઈ લગ્નમાં જતો હતો ત્યારે રૂપાલ ચોકડી પાસે કાર સાથે ટ્રેક્ટર ટકરાતાં પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. જ્યારે ટ્રેક્ટર ચાલકનું સિવિલમાંમાં મોત થયું હતું. સાકરોડીયાના ભક્તિસિંહ જીવસિંહ પરમાર પરિવારના સભ્યો સાથે ઝાલા નગર ભુખ્યાડેરામાં મિનિ ટ્રેકટર નં.જીજે- 9- બીએચ- 5279 લઈ તા.02 જૂને સાંજે 7 વાગે લગ્નમાં જતા હતા ત્યારે રૂપાલ ચોકડી પાસે રોડ ઉપર ખાડો ટાળવા ટ્રેક્ટર રોંગ સાઈડમાં લેતાં સામેથી આવતી ટાટા સફારી કાર નં.જીજે-9-એજી-700ની ટક્કર વાગતાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ટ્રેક્ટરમાં સવાર પરિવારના સભ્યો ઘાયલ થયા હતા.

ઘાયલોને 108 દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં ટ્રેક્ટર ચાલક ભક્તિસિંહનું મોત થયું હતું .આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 10 જૂને મૃતકના પિતા મહેશકુમાર ભક્તિસિંહ પરમારે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...