તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યૂં:પ્રાંતિજના બાલિસણાનો કિશોર કૂવામાં પડી જતાં અને ગાંભોઇમાં હાઇવે પર ગરનાળામાં ઊંટ ખાબકતાં રેસ્ક્યૂં કરી બચાવી લેવાયાં

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર ચાલતાં કામમાં ઊંટ ખાબકતાં ઇજાઓ
  • કિશોર ધરું વાડીયામાં ચકલાં ઉડાડવા જતાં પગ લપસી ગયો હતો

પ્રાંતિજના બાલિસણાનો 16 વર્ષીય હેત હસમુખભાઈ પટેલ ગુરૂવારે સવારે ધરું વાડીયામાં ચકલાં ઉડાડવા જતાં અચાનક પગ લપસી જતાં કૂવામાં પડી ગયો હતો. લાંબા સમય સુધી ઘેર પરત ન ફરતાં પરિવાર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી અને શોધખોળ કરવા દરમિયાન કૂવામાંથી અવાજ સંભળાતા અંદર જોવા મળ્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરાઇ હતી અને ફાયર બ્રિગેડના કેપ્ટન મુકેશભાઈ પરમાર અને ટીમના કર્મચારીઓએ ગ્રામજનોની યુવકને બહાર કાઢતાં નાની મોટી ઇજાઓ થઇ હોવાથી 108 માં પહેલા પ્રાંતિજ ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો.

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે નં 8 ના નવિનીકરણની ચાલી રહેલી કામગીરી માટે બનાવાયેલ ગરનાળામાં ગુરુવારે બપોરે ઊંટ વરસાદી પાણી ભરાવાથી પડી જતાં પગના ભાગે ઇજા થઇ હતી. આજુબાજુનાં લોકો ભેગા થઈ ગયા હતા અને ક્રેન મંગાવી ઊંટને બહાર કાઢ્યું હતું. સારવાર માટે એનિમલ હેલ્પ લાઇન એમ્બ્યુલન્સને બોલાવાઇ હતી. ઇજા ગંભીર હોવાથી ટ્રક મારફતે ઊંટને વધુ સારવાર માટે પાંજળાપોળ ખસેડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...