ઉત્તરાયણ પહેલા દુર્ઘટના:ઈડરના મુડેઠીમાં પતંગ પકડવા જતાં કિશોર કૂવામાં પડ્યો, રેસ્ક્યૂ કરીને બહાર કઢાયો પણ જીવ ન બચાવી શકાયો

હિંમતનગર5 મહિનો પહેલા
કિશોર કૂવામાં પડી જતાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા
  • ફાયર બ્રિગેડની ટીમે કિશોરને કૂવામાં રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો
  • 108ની ટીમ કિશોરને ઈડર સિવિલ ખસેડ્યો હતો

ઉત્તરાયણને હવે ગણતરીના પાંચ દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં ભરૂચ જિલ્લા અને સાબરકાંઠામાં પતંગ અને દોરીના કારણે 2 લોકોના જીવ ગયા છે. ઈડર તાલુકાના મુડેટી ગામમાં 15 વર્ષીય કિશોર પતંગ પકડવાની લ્હાયમાં એક અવાવરું કૂવામાં ખાબક્યો હતો. પંરતુ તેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેનું મોત થયું હતું.

કૂવામાંથી ફાયર બ્રિગેડની ટીમે કિશોરને બહાર કાઢ્યો
મળતી વિગત અનુસાર ઈડર તાલુકાના મુટેડી ગામ આયુષ કમલેશભાઈ સુતરીયા (ઉ. વ. 15) આજે પતંગ પકડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન તે કૂવામાં પડતાં ગામલોકોને જાણ થઈ હતી. જેને પગલે તાત્કાલિક ફાયર ફાયટર અને ઈમર્જન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. જેથી ગણતરીના કલાકમાં જ ટીમો પહોંચીને બચાવ કામગીરી કરી હતી. પરંતુ કિશોરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ તે કૂવામાં પાણી પી જતાં 108માં ઈડર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

કિશોરને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો હતો
કિશોરને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો હતો

ઉત્તરાયણ પહેલા ગામમાં દુર્ઘટનાથી લોકો ચિંતિત
ઈડર સિવિલ હોસ્પિટલમાં કિશોરને ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. ઉત્તરાયણ પહેલા જ વ્હાલસોયા દીકરાને ગુમાવતા માતા-પિતા પર આભ ફાટ્યું છે. માતાપિતા અને ગ્રામજનોએ અકસ્માતે કૂવામાં પડીને કિશોર મોતને ભેટતા તમામની આંખોમાં આંસુઓ વહેતા હતા.

કૂવામાંથી કિશોરને બહાર કાઢતા સમયે લોકો ધાબે ચડીને જોતા હતા
કૂવામાંથી કિશોરને બહાર કાઢતા સમયે લોકો ધાબે ચડીને જોતા હતા

(તસવીર અને માહિતી: રાજકમલ પરમાર, હિંમતનગર)

અન્ય સમાચારો પણ છે...