ફરિયાદ:નવરાત્રિમાં કેમ મેકઅપ કરી જાય છે કહી મહિલા સાથે ઝપાઝપી કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજના ખોડિયારકૂવા મોટામાઢમાં રહેતી મહિલાને
  • સોનાની કડીની ઝુમખી તૂટતાં કુટુંબી યુવક સામે ફરિયાદ

પ્રાંતિજના ખોડિયારકૂવા મોટા માઢ વિસ્તારમાં રહેતી મહિલાને ગામના યુવકે નવરાત્રિમાં કેમ મેકઅપ કરી જાય છે અને ફોન બંધ કેમ રાખે છે કહી અપશબ્દો બોલી હાથ પકડી કુટુંબી યુવકે મારતાં કાનમાં પહેરેલ સોનાની કડી ઉપર લટકતી ઝૂમખી તૂટીને ખોવાઇ જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખોડિયારકૂવા મોટા માઢ વિસ્તારની મહિલા તા.17-10-21 ના રોજ સાડા દસેક વાગ્યે ઘેરથી નીકળી જતી હતી. તે દરમિયાન કુટુંબી જીજ્ઞેશકુમાર જીતુભાઇ ભોઇ (રહે. પ્રાંતિજ મોટા માઢ) આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તું નવરાત્રિમાં કેમ વધારે મેકઅપ કરીને ફરે છે, તું તારો ફોન કેમ બંધ રાખે છે જેથી મહિલાએ કહ્યુ કે હું મેકઅપ કરીને ફરું છું તેમાં તારે શુંં અને મારો ફોન છે મારે ક્યારે ચાલુ કરવો અને ક્યારે બંધ કરવો તે મારી મરજીની વાત છે. જેથી જિજ્ઞેશે બોલાચાલી કરી મહિલા સાથે ઝપાઝપી કરી મારવા લાગતાં ઝપાઝપીમાં મહિલાના કાનમાં પહેરેલ સોનાની કડી ઉપર લટકતી ઝુમખી તૂટીને ખોવાતાં સારવાર કર્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંજીજ્ઞેશ ઉર્ફે જીગર જીતુભાઇ ભોઇ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...