કાર્યવાહી:મોડાસાની હની રેસ્ટોરન્ટનો પનીરનો નમૂનો અખાદ્ય આવતાં 80 હજાર દંડ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ અને ડ્રગ્સ દ્વારા 3 વર્ષ અગાઉ ચીઝ-પનીરના નમૂના લેવાયા હતા

મોડાસાની હની ફેમીલી રેસ્ટોરન્ટમાંથી ત્રણેક વર્ષ અગાઉ લેવાયેલ ચીઝ-પનીરનો નમૂનો અખાદ્ય હોવાનો રિપોર્ટ આવ્યા બાદ આર.એ.સી. સમક્ષ કેસ ચાલી જતા 7 ભાગીદારોને માત્ર રૂ.8 હજારનો દંડ કરવાનો હુકમ થયા બાદ ફૂડ વિભાગે અપીલ કરતાં એપેલેટ ટ્રીબ્યુનલે દંડ વધારીને રૂ.80 હજાર ભરવા હુકમ કર્યો હતો.

ડેઝીગ્નેટેડ ઓફિસર બીએમ ગણાવાએ જણાવ્યુ કે તા.24-06-19 ના રોજ મોડાસા સ્થિત હની ફેમીલી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઇન્સ્પેક્ટરે ચીઝ-પનીર લુઝનો નમૂનો લઇ પરીક્ષણ અર્થે મોકલ્યો હતો જેમાં બીઆર વેલ્યુ 40.0 થી 43.5 ને બદલે 38.3, બહારના ફેટનો પોઝિટિવ રિપોર્ટ અને મિલ્ક ફેટ વેલ્યુ 50 ટકાને બદલે 18.70 ટકા આવતા અખાદ્ય શ્રેણીમાં રિપોર્ટ આવવાને પગલે પેઢીના ભાગીદાર જગદીશ લીંબા મહેશ્વરી અને અન્ય 6 ભાગીદારો વિરુદ્ધ અધિક નિવાસી કલેક્ટર સમક્ષ કેસ દાખલ કરાયો હતો

અને કેસ ચાલી જતા 7 ભાગીદારોને સંયુક્ત રીતે રૂ.8 હજારનો દંડ ભરવા હુકમ કરાતા ફૂડ વિભાગે આર.એ.સી નો નિર્ણય યોગ્ય ન જણાતાં એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી અને કેસ ચાલી જતા ટ્રીબ્યુનલ કોર્ટમાં તમામ 7 આરોપીન રૂ.80,000 દંડ ભરવા હુકમ કર્યો હતો. ડેપ્યુટી કલેક્ટરે મામૂલી દંડ કરી છોડી મૂકવાનો ચાલુ માસમાં ત્રીજો કિસ્સો બહાર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...