તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:અરવલ્લીના સાકરીયા ગામમાં રૂ.150 કરોડના ખર્ચે સાબરડેરી પ્લાન્ટ બનાવશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલફીડ પ્લાન્ટનું નિર્માણ આઠેક માસમાં શરૂ થઈ જશે
  • નવા પ્લાન્ટમાં દરરોજ 500 મેટ્રીકટન પશુદાણનું ઉત્પાદન થશે

અરવલ્લી જિલ્લાના સાકરીયામાં સાબરડેરી દ્વારા કેટલફીડ પશુદાણનો બીજો પ્લાન્ટ સ્થાપિત કરવા આઠેક માસ અગાઉ બોર્ડ મિટિંગમાં ઠરાવ કર્યા બાદ 18 એકર જમીન માટે દરખાસ્ત બનાવી રાજ્ય સરકારમાં મોકલી અપાઈ છે અને બુધવાર 16 જૂને મળનાર મિટિંગમાં મંજૂરી મળી રહેનાર હોવાની અપેક્ષા સેવાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને મોટી રાહત મળી રહેશે.

હિંમતનગરના હાજીપુર ખાતે સાબરડેરીનો પશુદાણનો એક પ્લાન્ટ કાર્યરત છે અને બંને જિલ્લાના પશુપાલકોને હિંમતનગરથી સાબરદાણ પહોંચાડાય છે જેમાં સમય, ટ્રાન્સ્પોર્ટેશન વગેરેનો વ્યય થાય છે. ડેરીના ચેરમેન શામળભાઇ પટેલે વિગત આપતા જણાવ્યું કે બંને જિલ્લામાં છેવાડાના ગામ સુધી સાબરદાણ પહોંચાડવામાં આવે છે જેનું અંતર પણ ઘણું થાય છે.

એક જ પ્લાન્ટ ઉપરનું ભારણ ઘટે અને સમય, ટ્રાન્સ્પોર્ટેશન વગેરેનો બચાવ થાય તે હેતુસર મોડાસાના સાકરીયા ગામની 18 એકર જમીનમાં વધુ એક કેટલફીડનું નિર્માણ કરવા આઠેક માસ અગાઉ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી અપાયો છે રાજ્ય સરકારની મંજૂરી બાદ કામ શરૂ કરાશે તેમણે ઉમેર્યું કે નવા પ્લાન્ટમાં પ્રતિદિન 500 મેટ્રીકટન પશુદાણનું ઉત્પાદન થઈ શકશે અને અંદાજે રૂ.150 કરોડનો ખર્ચ થશે. મંજૂરી બાદ છ થી આઠ માસમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...