ઝઘડો:મોટા કોટડામાં દીકરાઓના લગ્નમાં વેવાઈઓ પાસેથી પૈસા લીધાના આક્ષેપોને પગલે ઝઘડો

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે વારંવાર અરજી કરી છે કહી પથ્થર માર્યા,પાંચ વિરુદ્ધ ફરિયાદ

ઇડરના મોટાકોટડામાં સમાજના પંચના માણસો સાથે આઠેક માસ અગાઉ તમારા દીકરાઓના લગ્નમાં વેવાઈઓ પાસેથી પૈસા લીધા હોય તો પાછા આપી દેજો અમોને પત્ર મળ્યો છે તેવી ચર્ચા થયા બાદ આવો પત્ર કોણે લખ્યો છે તેની તાજેતરમાં પૂછપરછ કરવા દરમિયાન ઝઘડો થતાં પથ્થરો મારી ઇજા પહોંચાડનાર 5 વિરુદ્ધ જાદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં રહેતા કાંતિભાઈ અળખાભાઈ તીરગર ગત તા.07-11-20 ના રોજ તેમની પત્ની સંગીતાબેન સાથે તેમના વતન મોટાકોટડા ગયા હતા. ત્યારે સમાજના પંચના માણસોએ એક પત્ર લખીને મોકલાવ્યો કે તમારા દીકરાઓના લગ્ન પૈસા આપીને કરાવેલ છે એવો પંચને પત્ર મળ્યો છે જેથી વેવાઈઓ પાસેથી પૈસા લીધા હોય તો પરત આપી દેજો.

પત્ર વાંચ્યા બાદ કુટુંબના માણસોને ભેગા કર્યા હતા અને કાંતિભાઈએ આ પત્ર કોણે લખ્યો છે, મેં કોઈના પૈસા લીધા નથી ત્યારે કોઈ માન્યું ન હતું અને નરેશભાઈ કોદરભાઈ તીરગરે કહ્યું કે આ ચિઠ્ઠી લખનારને એક મહિનામાં પકડીને તમને જાણ કરીશ. ત્યારબાદ તા. 10-06-21ના રોજ કાંતિભાઈ અને સંગીતાબેન ફરીથી મોટા કોટડામાં જતા કુટુંબી વર્ષાબેન નરસિંહભાઈ તીરગર અને રેખાબેન ઇશ્વરભાઇ તીરગરને અરજી બાબતે શું થયું તેમ પૂછ્યા બાદ દિપકભાઈ અમૃતભાઈ તીરગર, સાવનભાઈ અમૃતભાઈ તીરગર, ઇશ્વરભાઇ ભીખાભાઈ તીરગર, નરેશભાઈ કોદરભાઈ તીરગર અને રેખાબેન પથ્થર લઈ આવી તમે કેમ અમોએ અરજી કરી છે તેવી વાત કરો છો કહી પથ્થર માર્યા હતા અને જીવતા નહીં છોડીએ ની ધમકીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...