તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના સાયબાપુરમાં રવિવાર સાંજે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ સાથે અણછાજતું વર્તન કરી ઘેર કોઈ હાજર ન હોય તે વખતે ઘરમાં તપાસ કરવાની તમને સત્તા નથી કહીને એક શખ્સે લાકડું માથામાં મારવા જતા પકડી લેવા દરમિયાન બીજા શખ્સે માથામાં પાછળના ભાગે પથ્થર મારી લોહીલુહાણ કરતા ખળભળાટ મચી ગયો હતો. રવિવારે હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનના લોકરક્ષક ગજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, એએસઆઈ ઇશ્વરભાઇ આત્મારામ તથા લોકરક્ષક રાકેશસિંહ જશવંતસિંહ દેરોલ કૃષ્ણનગર અને સરોલીમાં સમન્સની બજવણી કરી પરત ફરી રહ્યા હતા
તે દરમિયાન સાયબાપુરના રામસિંહ બાપુસિંહ રાઠોડ તેના ઘેર દારૂનો ધંધો કરતા હોવાની બાતમી મળતા ત્રણેય જણાએ રેડ કરી હતી અને સાંજે છ એક વાગે પંચનામું પૂર્ણ કરી સહીઓ કરાવતા હતા. તે સમયે રણજીતસિંહ મનુસિંહ રાઠોડ અને યશપાલસિંહ મનુસિંહ રાઠોડ નામના બે શખ્સ આવ્યા હતા અને તમે દારૂ પકડવા આવો છો, ઘેર કોઈ હાજર ન હોય તે વખતે કોઈના ઘરમાં તપાસ કરવાની તમને સત્તા નથી કહી લાકડું લઈને રણજીતસિંહે ગજેન્દ્રસિંહના માથામાં મારવાનો પ્રયાસ કરતાં રાકેશસિંહે લાકડું પકડી લીધું હતું
દરમિયાનમાં યશપાલસિંહે પથ્થર લઈ માથાના પાછળના ભાગે મારતાં ગજેન્દ્રસિંહ લોહીલુહાણ થઇ ગયા હતા ગજેન્દ્રસિંહને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ખસેડવા દરમિયાન બંને ફરાર થઈ ગયા હતા. રૂરલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.