તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ નિવારણ:હિંમતનગરમાં 23 મી એ પોલીસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી 17 જુલાઇ સુધીમાં મોકલવાની રહેશે

સા.કાં. પ્રજા પોલીસને લગતા પ્રશ્નોના ઉકેલ માટે તા. 23 જુલાઇએ જિલ્લા પોલીસ ફરિયાદ - નિવારણ કાર્યક્રમ હિંમતનગર ડીએસપી કચેરીમાં યોજાશે. જેના અનુસંધાને તા. 17 જુલાઇ સુધીમાં અરજદારોએ પોતાની અરજી બે નકલમાં મોકલી આપવાની રહેશે.

અરજદારે એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે એક કરતાં વધુ પ્રશ્ન હોય તો પ્રશ્નવાર અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજી સાથે જિલ્લાની જે પોલીસ સ્ટેશનમાં અરજી પડતર હોય તે અરજી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો જિલ્લા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે તેમજ અરજી ઉપર તથા મોકલવાના કવર ઉપર પોલીસને લગતાં જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્પષ્ટ લખવાનુ રહેશે અને ફરિયાદ નિવારણ દિવસે 5:00 કલાકે પોતાના પ્રશ્નો અંગેના આધાર પુરાવા સહિત હાજર રહેવાનુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...