છેતરપિંડી:પ્રાંતિજના શખ્સને વડોદરાના શખ્સોએ ગાડી બતાવી 7 લાખની છેતરપિંડી કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજના યુવક પાસેથી ગાડીના પૈસા લઇ ન આપતાં મોબાઇલ બંધ કરી દીધા

પ્રાંતિજમાં રહેતા યુવકે ગાડીનો ફોટો જોઈ રૂ.20 હજાર એડવાન્સ આપી ગત મંગળવારે આણંદ જઈને ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લઈ ગાડી પસંદ આવતા બીજા દિવસે બાકીના 6.80 લાખ નું આરટીજીએસ કરી ગાડીની ડિલિવરી લેવા અમદાવાદ જતા ડિલિવરી કે ગઠિયા ન મળતાં છેતરપિંડી થયાની ખબર પડતાં પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાંતિજની ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા મયુરભાઈ ભરતભાઈ પટેલને ગાડી લેવાની હોઇ તેમના મિત્ર પ્રતિકકુમાર હસમુખભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી અને તા.10-12-21ના રોજ પ્રતિકકુમાર મળતાં કહ્યું કે એકાદ વર્ષ અગાઉ નરોડા શ્રીરામ ફાઇનાન્સમાં અક્ષય બારૈયા નામનો વ્યક્તિ મને મળ્યો હતો અને કારની જરૂરિયાત હોય તો મને વાત કરજો એવું કહ્યું હતું. જેથી અક્ષય બારીયાને ફોન કરી વાત કરતા તેણે બે દિવસ પછી પ્રતિકભાઇના મોબાઈલ પર કારના ફોટા મોકલ્યા હતા.

જે ફોટા જોઈને મયુરભાઈએ ગાડી પસંદ આવ્યાનું જણાવતા અક્ષય બારૈયાએ કહ્યું કે તમારે પહેલા રૂ.20180 જમા કરાવાનું કહેતા તેણે આપેલ મોબાઇલ નંબર પર ગુગલ પે કર્યા બાદ તા. 13-12-21 ના રોજ કાર જોવા આણંદની મદરેસા સ્કૂલની બાજુમાં સાબર ઓટો ખાતે ગયા હતા. જ્યાં ફોટાવાળી કાર નંબર જીજે-23-સીસી-1687 બતાવી હતી અને તેનો ટેસ્ટ ડ્રાઈવ લેતા પસંદ પડતા ગાડીની કિંમત બાબતે પૂછતાં અક્ષય બારૈયાએ સાહેબવીર સૂર્યવંશી સાથે વાત કરવી પડશે એમ કહી વાત કરાવી ગાડી ની કિંમત 7 લાખ નક્કી કરી હતી.

જેથી મયુરભાઈ પ્રાંતિજ પરત આવ્યા હતા અને બીજા દિવસે બાકીના રૂ. 6.80 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરી કારની ડિલિવરી માટે અમદાવાદ રીંગરોડ આવવાનું કહેતા મયુરભાઈ સાંજે છએક વાગે રીંગરોડ પહોંચ્યા હતા. પણ સૂર્યવંશી,બારૈયા કે ગાડી કશું ન મળતા અને બંનેના મોબાઈલ બંધ આવતા છેતરપિંડી થયાની જાણ થઈ હતી. અક્ષય બારૈયા (રહે. વડોદરા) અને વીર સૂર્યવંશીના મોબાઈલ નંબર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...