તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દોઢ માસની બેદરકારીથી સાબરકાંઠામાં કોરોનાના નવા વેવમાં ડિસેમ્બરના પીક જેવી સ્થિતિનું નિર્માણ થયું

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે સાબરકાંઠા જિલ્લામાં 11 કેસ અને અરવલ્લીમાં નવા 9 કેસ કોરોનાના નોંધાયા
 • પંચાયત-પાલિકાની ચૂંટણીઓમાં બેદરકારીનું પ્રદર્શન થતાં માર્ચના 27 દિવસમાં 265 કેસ નોંધાયા
 • જિલ્લામાં નવા 132 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, એક થી વધુ સભ્યો એકસાથે સંક્રમણનો ભોગ બનનાર પરિવારોની સંખ્યા પણ વધી રહી છે

ચૂંટણી દરમિયાન ઉમટેલી ભીડના ઇન્ક્યુબેશન પિરીયડ દરમિયાન માર્ચ માસના પ્રથમ સપ્તાહથી જ કોરોનાની નવી લહેર શરૂ થતાં સંક્રમણનો ગ્રાફ સડસડાટ ઉચે જવા માંડતા કોવિડ હોસ્પિટલો અને સિવિલના કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. માર્ચ માસના 27 દિવસમાં જ 265 કેસ નોંધાઇ ચૂક્યા છે અને હજુ સંક્રમણ વધવાની દહેશત પ્રવર્તી રહી છે. નવા વેવની શરૂઆત ડિસેમ્બરમાં જોવા મળેલ પીક જેવી છે. જિલ્લામાં નવા 132 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે.

સાબરકાંઠામાં એપ્રિલ-20 માં પ્રથમ કેસ નોંધાયા બાદ જૂનથી કોરોના કેસ વધવા માંડ્યા હતા અને એક પીક સપ્ટેમ્બરમાં અને બીજુ પીક ડિસેમ્બરમાં જોવા મળ્યા બાદ જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં કોરોનાનુ જોર ઘટી ગયુ હતું. પરંતુ પંચાયત-પાલિકા ચૂંટણીઓમાં બેદરકારીનું પ્રદર્શન થતાં માર્ચ માસના 27 દિવસમાં 265 કેસ નોંધાઇ ચૂક્યા છે જોકે, ડેથરેટ ઘટી ગયો છે જે સારી બાબત છે.

એક જ પરિવારમાં એક થી વધુ સભ્યો એકસાથે સંક્રમણનો ભોગ બનનાર પરિવારોની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલ વિગતો જોતા છેલ્લા 27 દિવસમાં જે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં 27 થી 49 વયજૂથના 59.24 ટકા વ્યક્તિ અને 8.30 ટકા શાળાના બાળકોનો સમાવેશ થાય છે. આ વયજૂથના વ્યક્તિઓ બહાર વધુ નીકળતા હોય છે અને ગાઇડલાઇન બાબતે બેદરકારી દાખવતા કોરોના સંક્રમિત બન્યા છે તેવુ સ્પષ્ટ થઇ રહ્યુ છે.

માર્ચ માસમાં શરૂ થયેલ કોરોનાની નવી લહેર નવી પેટર્ન લઇને આવી છે અને જાન્યુઆરીમાં કેસ ઘટતા યુવા વર્ગે સંપૂર્ણ બેદરકારી દાખવતા માર્ચ મહિનામાં સંક્રમણનો ભોગ બન્યા છે જેમાં શાળાએ જતા નાના ભૂલકાઓ સુધી સંક્રમણ પહોંચાડ્યુ છે કોરોના કાળના 11 માસ દરમિયાન બાળકો સુધી પહોંચવામાં કોરોના નિષ્ફળ રહ્યો હતો. સંક્રમિતોના આંકડા ઘણુ બધુ કહી જાય છે. વૃધ્ધો ચેતી ગયા છે જેથી 60 વર્ષથી ઉપરના માત્ર 41 વ્યક્તિ સુધી કોરોના પહોંચી શક્યો છે.

ખાલી બેડ ભરાવા માંડ્યા, 132 કન્ટેન્ટમેન્ટ ઝોન
સાબરકાંઠામાં માર્ચના પ્રથમ સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો થતા ખાનગી કોવિડ હોસ્પિટલના બેડ ભરાવા માંડ્યા છે. જાન્યુઆરીના ઉતરાર્ધથી ફેબ્રુઆરીના બે સપ્તાહ સુધી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લગભગ બંધ થઇ ગઇ હતી. પરંતુ ચૂંટણીઓનો માહોલ જોઇ 20 ફેબ્રુઆરીથી તમામ ખાનગી હોસ્પિટલો હરકતમાં આવી ગઇ હતી અને આઇસોલેશન વોર્ડ, આઇસીયુ વગેરે ફરી એકવાર તૈયાર કરી લીધા હતા અને માર્ચમાં તમામ ખાનગી હોસ્પિટલોના બેડ ભરાવા માંડ્યા છે. નોંધનીય છે કે કોરોના દર્દીઓ સિવિલમાં જવાનુ ટાળી રહ્યા હોય તેવુ જણાઇ રહ્યુ છે. માર્ચ માસમાં કોરોનાએ ઉથલો મારતા જિલ્લામાં હાલમાં 102 એક્ટીવ કેસ છે અને 132 જેટલા નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

વૃદ્ધોમાં સંક્રમણનું પ્રમાણ માત્ર 15.29 ટકા, મહિલાઓમાં 25.94 ટકા
કોરોનાના નવા વેવમાં અલગ પેટર્ન જોવા મળી છે દિવાળી અગાઉ અને દિવાળીના સમયગાળામાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ સંક્રમિત થવાની સરેરાશ 38 ટકાથી વધુ હતી. માર્ચના 27 દિવસમાં 265 વ્યક્તિ સંક્રમિત થયા છે તે પૈકી 22 બાળકો છે ત્રણ કિશોર છે અને 60 વર્ષથી વધુ વયના 41 વ્યક્તિઓ છે. જ્યારે મહિલાઓમાં 25.94 ટકા સરેરાશ જોવા મળી રહી છે. આનાથી ઉલટું સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા યુવાનોમાં સંક્રમણનુ પ્રમાણ ઊંચુ જોવા મળ્યુ છે. 20 થી 49 વય જૂથમાં સંક્રમણનો રેશિયો 59.24 ટકા જેટલો છે. તેમાં શાળાના 22 બાળકો ઉમેરવામાં આવે તો આ સરેરાશ 67.54 ટકા જેટલી થાય છે.

પોશીનામાં હોળીએ બજારમાં મેળા જેવો માહોલ, લોકો ડિસ્ટન્સ-માસ્ક ભૂલ્યા
પોશીના બજારમાં હોળી નિમિત્તે ભારે ભીડ જામી હતી. સંક્રમણને લઈને કોરોના ગાઈડલાઈન મુજબ તહેવાર ઉજવવાના આદેશ હોવા છતાં બજારમાં આજુબાજુથી ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અડધા ઉપરાંત લોકો માસ્ક વિનાના ફરતા નજરે પડ્યા હતા. ગાઇડલાઇનનું કોઈ જ પાલન થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો