અકસ્માત:બુલેટની ટક્કર વાગતાં રાહદારી આધેડનું મોત

ઇડર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના દેત્રોલી ગામમાં અકસ્માત સર્જાયો

ઇડરના દેત્રોલીમાં રસ્તા પર ચાલતા જતા આધેડને બુલેટે ટક્કર મારતાં આધેડનું મોત થતાં બુલેટ ચાલક સામે ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ઇડરના દેત્રોલીના કાનાભાઇ બેચરભાઈ પરમાર અને કોદરભાઈ રત્નાભાઈ પરમાર દેત્રોલી પરબડી બાજુથી આશરે પોણા ત્રણેક વાગે રોડ ઉપર ચાલતા દેત્રોલી ગામ બાજુ આવતા હતા. ત્યારે દેત્રોલી ગામનો વૈદિકભાઈ મનુભાઈ પટેલે બુલેટ નં. જી.જે-09-ડી.એચ-7115 કાનાભાઇ પરમાર ને ટક્કર મારતા પટકાતાં ઇડર સિવિલમાં લઇ જવાતા તબીબે મૃત જાહેર કરતાં ઇડર પોલીસે વૈદિક પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...