LCBની કાર્યવાહી:પુંસરી પાસે ઇકોમાં રૂ.1.16 લાખનો બીયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં. એલસીબીએ રાજસ્થાનાના શખ્સની અટકાયત કરી 5 સામે ગુનો નોંધ્યો

સા.કાં. એલસીબીની ટીમે તલોદ તાલુકાના પુંસરી નજીકથી ઈકોમાંથી રૂ.1.16 લાખનો બીયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો હતો.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પીએસઆઇ બી.યુ.મુરીમા તથા સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા ત્યારે બાતમી મળી કે લીંભોઇ તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી પાયલોટીંગ સાથે પુંસરી તરફ આવે છે જેથી ભરડીયા સ્કૂલ સામે નાકાબંધી કરી હતી. ત્યારે ગાડી(જી.જે-06-એચ.એલ-8465)ના ચાલકે પુરઝડપે હંકારતા ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા ઝાડ સાથે અથડાઇ હતી. ચાલક ભાગી ગયો હતો. જ્યારે ડ્રાયવરની બાજુમાં બેસેલ રાકેશકુમાર ભુરાજી જીવાજી ભરાડા (રહે. દમત કડીયાનારા ફળીયુ પો.પાટીયા તા. ખેરવાડા ઉદેપુર રાજસ્થાન) પકડાઇ ગયો હતો. ગાડીમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની બીયરની બોટલ તથા ટીન મળી કુલ નંગ 915 કિ.રૂ.1,16,175 મળી હતી. પકડાયેલ શખ્સની પૂછપરછ હાથ ધરતા અન્ય 4 શખ્સો નામ જણાવતા 5 વિરુધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

5 શખ્સો સામે ગુનો નોંધાયો

  • રાકેશકુમાર ભુરાજી જીવાજી ભરાડા (રહે.દમત કડીયાનારા ફળીયુ પો.પાટીયા તા. ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન)
  • ઇકો ચાલક ધુલસિંઘ કાન્તી ડામોર (રહે.ઉખેડી કોઠા માલી ફળીયુ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન)
  • અનિલ દાદુજી બરંડા (રહે. આનેલા ઉપલા ફળીયુ કણબઇ તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન) (પાયલોટીંગ કરનાર તથા માલ ભરનાર)
  • અશોકભાઇ દેવીલાલ કલાલ (રહે. કળાવતી સંલુમ્બર જી. ઉદેપુર રાજસ્થાન) (માલ ભરનાર)
  • દેવીલાલ મોડજી કલાલ (રહે.સંલુમ્બર4ઉદેપુર) (માલ ભરી આપનાર)
અન્ય સમાચારો પણ છે...