તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:હિંમતનગર કોર્ટના મહિલા જજ, ક્લાર્ક સહિત સા.કાં.માં વધુ 17ને કોરોના થયો

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગર શહેર-તાલુકામાં 8, પ્રાંતિજ 3, ઇડર 2, વડાલી-ખેડબ્રહ્મામાં 1-1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ માસમાં કોરોના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. રહેઠાણ વિસ્તાર, બજાર, શાળાઓમાં સંક્રમણ ફેલાયા બાદ હવે કોર્ટના જજ અને સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યા છે. ગુરૂવારે હિંમતનગરની કોર્ટના મહિલા જજ અને ક્લાર્કનો પોઝિટિવ રિપોર્ટ આવતાં કોર્ટ સંકુલમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને કર્મચારી-વકીલોએ રેપીડ ટેસ્ટ કરાવવા દોટ લગાવી હતી. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

છેલ્લા અઢી માસ દરમિયાન તમામ પ્રકારની છૂટછાટો મળતાં અને જિલ્લાજનો દ્વારા બેદરકારી દાખવાતા કોરોનાને મોકળું મેદાન મળી ગયું છે. શિક્ષકો અને બાળકો સંક્રમિત થવાનું શરૂ થયા બાદ કોરોના હવે કોર્ટમાં પણ પહોંચી ગયો છે. ગુરૂવારે હિંમતનગરમાં એક જજ અને ક્લાર્ક સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે અન્ય કર્મચારીઓએ પણ રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોર્ટના જજ અને ક્લાર્ક સંક્રમિત થયા હોવાની બાબત આરોગ્ય વિભાગની જાણમાં ન હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો