તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હિંમતનગરના ઝહીરાબાદમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં વિજકંપનીની ડીપી બળીને ખાખ થઇ ગઇ, જાનહાની ટળી

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ઝહિરાબાદના સર્વે નં.108ની હદ પર આવેલ ઉ.ગુ. વીજ કંપનીની ડીપી પર ચોમાસામાં વેલા ચડી ગયા હતા. જે દૂર કરવામાં વીજકંપનીની બેદરકારી જોવા મળી હતી.ચોમાસુ પૂરું થતાં આવા વેલા દૂર કરવાના રહે છે. પરંતુ ચોમાસુ પૂરું થવા છતાં ડીપી ઉપરથી વેલા દૂર ન કરવામાં આવતાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ લાગી હતી.

અને ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડતા અફરાતફરી મચી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ કંપનીને રજૂઆત કરવા છતાં ડીપી પરથી વેલા દૂર કરી જરૂરી સમારકામ હાથ ન ધરાતાં ડીપી સળગી ગઈ હતી.આ અંગેની જાણ વીજ કંપનીને કરાતા વીજ પ્રવાહ બંધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો