ફરિયાદ:જાલીયાની યુવતીની છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ, ગામના જ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરના જાલીયાની યુવતી ડેરીમાં દૂધ ભરાવી પરત એકલી જઇ રહી હતી. ત્યારે ગામના જ યુવકે હાથ પકડી બળજબરી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરતાંયુવતીએ બૂમાબૂમ કરતા અન્ય લોકો આવી જતાં યુવક ફરાર થઇ ગયો હતો અને જતા જતા મારી નાખવાની ધમકી આપતાં ભોગબનનારે જાદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.30-10-21 ના રોજ સાંજે છએક વાગ્યાના સુમારે જાલીયાની યુવતી ડેરીમાં દૂધ ભરાવી પરત આવી રહી હતી ત્યારે જાલીયાનો જીગાજી ધુળાજી ચૌહાણ ગામની સીમમાં છીંછોડાવાળા નામથી ઓળખાતા વાંગાની નજીકમાં ઝાડ નીચે છુપાઇને બેઠો હતો અને યુવતીને એકલી જોઇ આબરૂ લેવાના ઇરાદે હાથ પકડી બળજબરી કરતાં યુવતીએ છોડી દે તેમ કહેતા ચોટલો પકડી પાડી દેતાં યુવતીએ બૂમાબૂમ કરતા યુવતીના કાકા, માતા તથા બાજુના વાડામાંથી અન્ય લોકો દોડી આવતાં જોઇ જગાજી હવે એકલી મળીશ તો જાનથી મારી નાખીશની ધમકીઓ આપતો જતો રહ્યો હતો. આથી ભોગ બનનારે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગામના જ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...