તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર શહેરમાં સોમવારે સવારે પિતા-પુત્રીના સંબંધોની પવિત્રતાને તાર તાર કરતી અને સમાજને શર્મસાર કરતી ઘટના બહાર આવી હતી સવારે માતા મજૂરી કામે ગઇ અને નરાધમ પિતાએ 17 વરસની દીકરી સાથે હેવાનીયત આચરી તમામ સીમાઓ પાર કરી જતાં ચોમેરથી ફીટકાર વરસાવાયો હતો પડોશીએ રૂબરૂ જઇ ભોગબનનારની માતાને જાણ કરતા હવસખોર બાપના કૃત્યથી હેતબાઇ ગયેલ દીકરીને ઘરમાંથી બહાર લાવી પિતાના કૂકર્મ અંગે બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પાડોશી મહિલાએ દીકરીની માતાને હકીકત જણાવી
હળાહળ કળીયુગની પ્રતીતી કરાવતા સામાજિક કલંકરૂપ આ શરમજનક કિસ્સામાં બે દિકરા અને 5 દીકરીઓના હેવાન પિતાએ વાસનામાં ભાન ભૂલીને સગી દીકરીને પાંખી નાખી હતી હિંમતનગર શહેરમાં સવારે દસ વાગ્યે નરાધમ પિતા સગી દીકરીને પીંખી રહ્યો હોવાની ખબર પડતા પડોશી મહિલા સ્કૂટી લઇને ભોગ બનનારની માતા જ્યાં મજૂરી કામે ગઇ હતી ત્યાં પહોંચીને હેવાનીયતની જાણ કરતા માતા પણ ભારે ઉચાટ સાથે ઘેર દોડી આવી હતી અને 17 વર્ષીય દીકરી રૂમ આગળ દરવાજો બંધ કરી ઉભી રહી હતી તેને પૂછતા પતિના પિશાચી કૃત્યને જાણી પગ નીચેથી ધરતી સરકી થઇ હતી.
પોલીસે પિતાની ધરપકડ કરી
ઘટનાને પગલે પડોશી મહિલાને સાથે લઇ દીકરી અને માતા બી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધવતાં હતી.પોલીસે પણ મામલાની ગંભીરતા જોઇ ત્વરીત એક્શન લઇ પિશાચી પિતાને ઘેરથી જ ઝડપી લીધો હતો. કામાંધ પિતાની કરતૂતની ખબર પડી જતા લોકોના ટોળા એકઠા થયા હતા જેને કારણે દુષ્કર્મ પિતાને ભાગવાનો મોકો મળ્યો ન હતો.
શર્મસાર કરતી ઘટનાની ફરિયાદ
હિંમતનગર શહેરના હસનનગરમાં તા. 22/02/21 ના રોજ 7 સંતાનોની માતા સવારે સાડા આઠેક વાગ્યે મજૂરી કામે ગઇ હતી ચાર બાળકો શાળામાં ગયા હતા અને બે દીકરીઓ ઘેર હતી. સવારે દસેક વાગ્યે પડોશમાં રહેતી મહિલા સ્કૂટી લઇને સગીરાની માતા જ્યાં કામ કરવા ગઇ હતી ત્યાં જઇને જાણ કરી હતી કે તારો પતિ તારી દીકરી સાથે જબરદસ્તી કરી રહ્યો છે મહિલા સાથે ઘેર આવતા દીકરી રૂમ આગળ રડતી મળી હતી અને જણાવ્યુ હતુ કે હું છેલ્લા રૂમમાં કામ કરતી હતી તે વખતે મારા પિતાજી સુ.... (મારવાડી) આવ્યા હતા અને હેવાનીયત આચરી સૂઇ ગયા હતા રૂમને તાળુ મારેલ હોવાથી ચાવી શોધી તાળુ ખોલી બહાર આવી છુ.
નરાધમને પરીક્ષણ માટે મોકલ્યો
પોલીસે સુ.... (મારવાડી) ની અટકાયત કરી તપાસ હાથ ધરતા નરાધમના ચહેરા પર કોઇ ભાવ ન હતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ડઘાઇ ગયો હતો સૌ કોઇએ ફીટકાર વરસાવ્યો હતો મળતી માહીતી અનુસાર હેવાન પિતા કોઇ કામધંધો કરતો નથી અને રખડતો ફરે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.